News of Friday, 24th July 2026
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણીઃ ૦ાા થી ૬ ઇંચ વરસાદઃ કલેકટર તંત્ર સાબદુ
છેલ્લા ર૪ કલાકમાં જામકંડોરણામાં સૌથી વધુ પ.પ ઇંચઃ નદી-ડેમમાં નવા નીરઃ રાત આખી મામલતદારો પાસેથી રીપોર્ટ લેતા કલેકટર

રાજકોટ તા. ર૪ :.. અંતે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પધરામણી કરી છે. પડધરી, રાજકોટ, લોધીકા, કોટડા સાંગાણી, જસદણ, ગોંડલ, જામકંડોરણા, ઉપલેટા, ધોરાજી, જેતપુર તથા વિંછીયા તાલુકામાં છેલ્લા ર૪ કલાકમાં ૦ાા થી ૬ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. નદી-ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે.
છેલ્લા ર૪ કલાક દરમિયાન કુલ ૧૧ તાલુકામાંથી સૌથી વધુ જામકંડોરણામાં પ.પ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે વરસાદે રાત્રે ર થી ૪ દરમિયાન નોંધાયો છે.
વરસાદની પરિસ્થિતિ અને આગાહીને ધ્યાનમાં રાખી કલેકટર તંત્ર દ્વારા તમામ તાલુકાઓમાંથી રાઉન્ડ ધ કલોક માહિતી મંગાવી સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
