News of Tuesday, 7th July 2026
ગુજરાતમાં ર દિવસ મેઘરાજાની ધમાકેદાર બેટીંગની આગાહી
ચોમાસુ પુરેપુરૂ સક્રિય બન્યુઃ હવામાનની ર સિસ્ટમ્સ એક સાથે સક્રિય થતા સાર્વત્રિક ભારે વરસાદ પડશેઃ ટંકારાના નાના ખીજડીયાના હવામાન નિષ્ણાંત રમેશભાઇ બસિયાની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૭ :.. ગુજરાત રાજ્યમાં ચોમાસું પુરેપુરી રીતે સક્રિય બન્યું છે. હવામાનની બે મજબૂત સિસ્ટમ એકસાથે સક્રિય હોય બે દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જાણીતા હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) ના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ પર સક્રિય ડિઙ્ઘેસન સિસ્ટમ આજે નબળું પડીને શ્નવેલમાર્ક લો-ઙ્ઘેશરઙ્ખમાં ફેરવાઈ રહ્યું છે. આ સિસ્ટમ ધીરે ધીરે પヘુિમ-ઉત્તર પヘુિમ તરફ આગળ વધી રહી છે અને આવતીકાલે વધુ નબળી પડશે. જોકે, આ સિસ્ટમની ટ્રફ (અસર) છેક ગુજરાત સુધી લંબાઈ રહી છે. આ ઉપરાંત, કેરળથી ગુજરાત સુધીનો ઓફશોર ટ્રફ પણ હાલ સક્રિય હોવાથી રાજ્યમાં આગામી ૪૮ કલાક વરસાદી માહોલ જામશે.
હવામાન નિષ્ણાતના મતે દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ભરૂચ, ડેડીયાપાડા, રાજપીપળા, કેવડિયા નેત્રંગ, ઝંખવાવ, કીમ, વ્યારા, વાલોડ અને નવાપુર, ડૂબી, ઉકાઈ, સોનગઢ, વલસાડ, ચીખલી, બીલીમોરા, વાંસદા, ડોલવણ અને આંબાપાડા ગાજવીજ સાથે તોફાની વરસાદની શકયતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. ભાવનગર નજીક આવેલા કુડા અને તેની આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને કચ્છમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આગાહી મુજબ, આવતીકાલે સાંજથી વાતાવરણના મિડલ લેવલમાં ભેજનું પ્રમાણ ઘટશે, જેના કારણે સૌરાષ્ટ્ર તરફ વરસાદનું જોર અને તેનો વિસ્તાર ઘટવાની સંભાવના છે. આ પરિસ્થિતિ જોતાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના જે વિસ્તારોમાં હજુ સુધી વાવણી બાકી છે, તેમણે હવે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થાય ત્યાં સુધી રાહ જોવી પડી શકે છે. જોકે, આજના દિવસ પૂરતી જો અને તો ની સ્થિતિ છે; જો આજે કુદરત મહેરબાન થાય અને બાકી રહી ગયેલા વિસ્તારો વરાડાઈ જાય, તો ખેડૂતો ખુશી ખુશી વાવણીના શ્રીગણેશ (લાપસીના આધંણ) કરી શકશે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
