<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

અમરેલીના વડીયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: રાતૂડી નદીમાં ઘોડાપુર

નદીમાં પાણીની આવક થતાં ચેકડેમો ઓવરફ્લો થયા : ખેડૂતોમાં આનંદની લાગણી

અમરેલીના વડીયા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. વડીયાના સૂર્યપ્રતાપગઢ ગામ પાસેથી પસાર થતી રાતુડી નદીમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યું હતું. નદીમાં પાણીની આવક થતાં ચેકડેમો ઓવરફ્લો થયા હતા, જેનાથી એક તરફ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી,

  બીજી તરફ જોખમી દ્રશ્યો પણ સામે આવ્યા હતા.આ ઘોડાપૂર દરમિયાન બે વ્યક્તિઓએ પોતાની બાઇક સાથે નદીના વહેણમાં ઉતરી જીવના જોખમે રસ્તો ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો, જે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા સ્પષ્ટ જોઈ શકાય છે. તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવતી હોવા છતાં આ પ્રકારની બેદરકારી જીવલેણ બની શકે છે, જેને લઈને લોકોમાં પણ આ ઘટના અંગે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે.

 

(8:23 PM IST)