News of Monday, 14th September 2026
ગોંડલમાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ : 2 થી 4 વાગ્યામાં સુધીમાં દોઢ ઇંચ વરસાદ : જુઓ વિડિયો
નીચાણવાળા વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા : રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો

(ભાવેશ ભોજાણી દ્વારા)ગોંડલ તા.૧૪ : ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે બપોરે 2 થી 4 વાગ્યાના માત્ર બે કલાક દરમિયાન 29 મીમી વરસાદ નોંધાયો હતો.
ભારે વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સતત વરસતા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
