<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

દોઢ ઇંચ વરસાદ સાથે પૂર્વ કચ્છના રાપરથી કચ્છમાં મેઘરાજાની પધરામણી: અન્યત્ર ઝાપટા સાથે વરસાદી માહોલ

ઝરમર વરસાદથી લોકોમાં આશા બંધાઈ, રાપરના બાલાસરીમાં વિજળી પડી, રાપરમાં ગટરલાઈનના કામોથી લોકોને હાલાકી, વીજ પોલ પડ્યો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : સમગ્ર રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વચ્ચે કોરા ધાકોર રહેલા કચ્છ જિલ્લામાં અંતે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ગઈકાલે મોડી સાંજ અને રાતથી પૂર્વ કચ્છના રાપર પંથકથી મેઘરાજાએ એક થી દોઢ ઇંચ વરસાદ સાથે કચ્છ જિલ્લામાં વરસાદના શુકન કરાવ્યા છે. રાપર શહેર અને આસપાસ ના ગામોમાં ભારે પવન ગાજવીજ સાથે રાપર શહેર અને આસપાસ ના ગામો માં વરસાદ વરસ્યો હતો. મીની વાવાઝોડું આવ્યું હોય તેવા માહોલ જોવા મળ્યો હતો એ સાથે જ વરસાદ થી લોકો ને ગરમી માં રાહત મળી હતી. રાપરમાં દોઢેક ઇંચ જેવો જ્યારે આસપાસના ગામો અને તાલુકા વિસ્તારમાં પોણોથી એક ઇંચ વરસાદ વરસ્યો હતો. રાપર શહેર માં દોઢ ઇંચ વરસાદ ના લીધે મુખ્ય બજાર મામલતદાર ના ક્વાર્ટર આથમણા નાકા અલજી બાપુ વાસ ગુરુકુળ રોડ સલારીનાકા એસટી બસ સ્ટેન્ડ પાસે નદીઓ વહેતી જોવા મળેલ ભુતિયા કોઠા થી માલી ચોક થી દેના બેન્ક ચોક સુધી ની બજાર માં ગટર લાઈન નાખવા નુ કામ ચાલુ હોવાથી વાહન ચાલકો ને હેરાનગતી થઈ હતી. જોકે, રાપર પાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે દ્વારા લોકોને ગટરના ખાડાની સૂચના દર્શાવતા બેરીકેટ લગાવાયા હતા. રાપરના બાલાસરી ગામે ઝાડ ઉપર વિજળી પડી હતી. રાપર બાદ ભચાઉ, ગાંધીધામ, ભુજ, નખત્રાણા મધ્યે ઠંડા પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો પણ માત્ર ઝરમર ઝરમર છાંટા જ પડ્યા હતા. આજે સમગ્ર કચ્છ વાદળછાયું વાતાવરણ છે એ જોતાં લોકોમાં વરસાદની આશા બંધાઈ છે. હજી સુધી કચ્છમાં મેઘરાજાની સાર્વત્રિક એન્ટ્રી થઈ નથી માત્ર રાપરમાં જ દોઢેક ઇંચ વરસાદ પડ્યો છે. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:30 AM IST)