<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

બરવાળા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ધરતીપુત્રોમાં હરખની હેલી

બરવાળાના કાપડીયાળી, કુંડલ અને રોજિંદ સહિતના પંથકોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

બોટાદ જિલ્લાના બરવાળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ ધમાકેદાર વરસાદી માહોલ જામ્યો છે. બરવાળાના કાપડીયાળી, કુંડલ અને રોજિંદ સહિતના પંથકોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદની શરૂઆત થતાં જ સ્થાનિક નદી-નાળા અને રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ચોમાસાના પ્રથમ નવતર વરસાદના પગલે ધરતીપુત્રોમાં હરખની હેલી જોવા મળી રહી છે અને વાવણી લાયક વરસાદ થવાની આશાએ ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ છવાયો છે.

(9:48 PM IST)