તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
ગોંડલ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ગોંડલમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા : જૂઓ વિડીયો
અનરાધાર વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને નગરજનોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી

( ભાવેશ ભોજાણી દ્વારા ) ગોંડલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાએ મહેર કરતા ચોમાસાની સિઝનનો પ્રથમ સત્તાવાર વરસાદ નોંધાયો હતો. શહેરમાં ગણતરીના કલાકોમાં જ ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડતા માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. લાંબા સમયની રાહ જોયા બાદ થયેલા આ વરસાદથી સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને નગરજનોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી હતી.
ગોંડલમાં વહેલી સવારથી કાળા ડિબાગ વાદળા છવાયા હતા ગોંડલ થી રાજકોટ તરફ શાળા ડિબાગ વાદળો છવાયા વાદળીયું વાતાવરણ લઈને ગરમીમાં રાહત જોવા મળી હતી
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
