<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

ભાવનગરના મહુવા પંથકમાં મેઘરાજાનું આગમન :યાત્રધામ બગદાણા ,મોણપર અને ઓથા સહિતના વિસ્તારોમાં વરસાદ

અસહ્ય બફારા અને ગરમી બાદ બપોર પછી આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ વરસાદ શરૂ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. અસહ્ય બફારા અને ગરમી બાદ બપોર પછી આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વિધિવત રીતે મેઘરાજાનું આગમન થયું હતું. મહુવા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા, મોણપર તેમજ ઓથા સહિતના આજુબાજુના તમામ નાના-મોટા ગામોમાં હળવોથી ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ શરૂ થયેલા આ વરસાદના કારણે સમગ્ર પંથકમાં ચોમાસાની શરૂઆતનો સ્પષ્ટ અહેસાસ થઈ રહ્યો છે.

(6:45 PM IST)