<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

અમરેલીના લાઠી, લિલીયા અને કુકાવાવ પંથકમાં મેઘરાજા મહેરબાન : ખેડૂતોમાં ખુશીનો માહોલ

લિલીયાના એકલેરા અને ગુદરણ સહિતના ગામો તેમજ લાઠીના ઈંગોરાળા અને હાવતડ પંથકમાં સારો વરસાદ :અમરાપુર, બરવાળા અને બાવીસી ગામમાં મેઘરાજાના હેતથી વાતાવરણમાં ઠંડક

અમરેલી જિલ્લાને મેઘરાજાએ રીતસર ઘમરોળ્યું છે, લાઠી અને લિલીયા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. લિલીયાના એકલેરા અને ગુદરણ સહિતના ગામો તેમજ લાઠીના ઈંગોરાળા અને હાવતડ પંથકમાં સારો વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર આ વરસાદે સ્મિત રેલાવી દીધું છે. બીજી તરફ, કુકાવાવ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અમરાપુર, બરવાળા અને બાવીસી ગામમાં મેઘરાજાના હેતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

(11:55 PM IST)