તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 17th September 2026
દ્વારકામાં મેઘરાજા મહેરબાનઃ ર ઇંચ : સવારથી ધીમીધારે વરસાદ બાદ બપોરે ધોધમાર વરસાદ : જગતમંદિર પરિસરમાં ભક્તો તરબોળ : જુઓ વિડિયો
વહેલી સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદે બપોરે જોર પકડ્યું : દ્વારકાના નગરજનો તથા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ

(વિનુભાઈ સામાણી-દીપેશ સામાણી દ્વારા) દ્વારકા તા.૧૭: દ્વારકા પંથકમાં આજે વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. સવારથી ધીમીધારે શરૂ થયેલો વરસાદ બપોર બાદ વધુ જોર પકડતા હાલ ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે. બપોરના ૧ર વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડયો છે. જયારે ખંભાળીયા અને ભાણવડમાં ઝાપટા પડયા છે.
લાંબા વિરામ બાદ વરસેલા વરસાદને કારણે સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં દર્શને આવેલા ભાવિકો વરસાદમાં તરબોળ થઈને દ્વારકાધીશના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.
ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. મગફળી, બાજરી સહિતના પાકને આ વરસાદથી નવું જીવન મળ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન દ્વારકા જિલ્લામાં હળવાથી ભારે વરસાદની શકયતા છે. (૯.ર૪)
(12:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
