News of Monday, 14th September 2026
ભાવનગર જિલ્લાના મહુવામાં ગણપતિ ઉત્સવનું શુકન સાચવતા મેઘરાજા : સવારથી ધોધમાર 2 ઇંચ વરસાદ : જુઓ વિડીયો
મહુવા શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદના વાવડ, હજુ પણ વરસાદ ચાલુ : વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ પરંતુ ગણપતિ સ્થાપનાની તૈયારી કરતા ભક્તોમાં દોડધામ વધી ગઈ

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૧૪ : મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગણપતિ ઉત્સવના પ્રારંભના દિવસે જ મેઘરાજાએ શુકન સાચવ્યું હોય તેમ સવારના 10 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે.
આ લખાય છે ત્યારે પણ વરસાદ સતત ચાલુ છે. અત્યાર સુધીમાં અંદાજે 2 ઇંચ જેટલો ધીંગો વરસાદ વરસી ગયો છે. મહુવા શહેર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ હોવાના વાવડ મળી રહ્યા છે.
વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ગણપતિ સ્થાપનાની તૈયારી કરતા ભક્તોમાં થોડી દોડધામ વધી ગઈ છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
