<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th October 2026

મોરબીમાં પંચાસર રોડ પર સાવરની પાળ ખાતે તળાવની જગ્યામાં મેગા ડીમોલેશન

સાંજ સુધીમાં 90 ટકા કામગીરી,187 મકાનો પર બુલડોઝર ફેરવી દેવાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : પંચાસર રોડ પર સાવરની પાળ ખાતે તળાવમાં રહેલા દબાણો દૂર કરવા 200 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 6 ટીમ, 10 જેસીબી, 4 હિતાચી અને 100 મજૂરો કામે લાગ્યા હતા.
 મોરબીના પંચાસર રોડ પર આવેલી સાવરની પાળ વિસ્તારમાં તળાવની જગ્યા પર ખડકાયેલા 187 જેટલા ગેરકાયદેસર મકાનોને જમીનદોસ્ત કરવા માટે ગઈકાલે સવારથી જ મહાનગરપાલિકા તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અને સાંજે સુધીમાં લગભગ 90 કામગીરી પૂર્ણ કરાઈ હતી.
  ચોમાસા પૂર્વે અપાયેલી નોટિસો બાદ સ્થાનિક રહીશોની માંગણી મુજબ અપાયેલી બે  મહિનાની મુદત પૂર્ણ થતાં મહાપાલિકા દ્વારા પોલીસ કાફલા અને વિશાળ મશીનરી સાથે માત્ર એક જ દિવસમાં તળાવની અંદરના તમામ કાચા-પાકા દબાણો હટાવીને જમીન સંપૂર્ણપણે ખુલ્લી કરવામાં આવી હતી.

(12:46 AM IST)