<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

કેબિનેટ મંત્રી બાવળીયાના અધ્‍યક્ષસ્‍થાને જસદણ નગરપાલિકાના સભ્‍યો તથા ચીફ ઓફિસર સાથે બેઠક યોજાઈ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણઃ  શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ નગરપાલિકા ખાતે નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, સભ્‍યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મંત્રીશ્રીએ ભૂગર્ભ ગટર, નળના જોડાણ, રોડ-રસ્‍તાની કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. ચીફ ઓફિસર મેહુલ જોધપુરા તેમજ અન્‍ય અધિકારીઓશ્રીઓને માર્ગદર્શિત કર્યા હતા. મંત્રીશ્રીએ જસદણ નગરપાલિકા પ્રમુખ જીતેન્‍દ્રભાઈ છાયાણી તેમજ ઉપસ્‍થિત સૌ સભ્‍યોને વિવિધ વિભાગના સંકલનમાં રહીને વોર્ડ વાઇઝ સ્‍થાનિક મુદ્દાઓના ઉકેલ બાબતે ચર્ચા કરવા જણાવ્‍યું હતું. આ બેઠકમાં પ્રમુખ જીતેન્‍દ્રભાઈ છાયાણી પ્રમુખ હિતેશભાઈ થડેશ્વર, સોનલબેન વસાણી,  ગભરૂભાઈ ધાધલ પંકજભાઈ ચાવ,  દીપુભાઈ ગીડા, કાજલબેન ધોડકિયા, દુર્ગેશભાઈ કુબાવત સહિતના પાલિકાના ચૂંટાયેલા સભ્‍યો સભ્‍યોના પ્રતિનિધિ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:41 AM IST)