News of Wednesday, 22nd April 2026
સોૈરાષ્ટ્રના સોૈથી નાની વયના બિનહરીફ સરપંચના ધર્મપત્ની મયુરીબેન ડી. રાઠોડ ગોૈરીદડમાં મેદાને
રાજકોટ તાલુકા પંચાયતની બેઠકમાં રસપ્રદ જંગ

રાજકોટ, તા. ૨૨: તાલુકા પંચાયતની ગૌરીદડ બક્ષીપંચ મહિલા અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ઉત્સાહી યુવા ઉમેદવાર શ્રીમતી મયુરીબેન ધનરાજભાઈ રાઠોડ ચૂંટણી લડી રહયા છે. તેઓ વર્ષ ૨૦૨૧ માં સૌરાષ્ટ્રમાં સૌથી નાની વયે બિનહરીફ સરપંચ બનેલા ધનરાજભાઈ દેવજીભાઈ રાઠોડ (સરપંચ : આણંદપર બાઘી) ના ધર્મપત્નિ છે. સરપંચના ધર્મપત્ની તાલુકા પંચાયતની ચુંટણી લડતા હોય તેવી જિલ્લાભરમાં ધ્યાન ખેંચનારી ઘટના છે.
રાજકોટ તાલુકા પંચાયતની ગૌરીદડ બેઠકમાં ગૌરીદડ, રતનપર, જાળિયા, વિજયનગર અને આણંદપર (ટં) ગામનો સમાવેશ થાય છે. મતક્ષેત્રમાં ૭૨૬૧ મતદારો છે. ૧૦ બુથ છે.
શ્રીમતી મયુરીબેન વાણિજય તાાતક છે. વર્ષોથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલ છે. કારડિયા રાજપૂત સમાજ સહિત સર્વ સમાજમાં તેમનું માન છે. લોકસંપર્ક વખતે મળેલ વ્યાપક આવકારથી તેમણે પોતાની શાનદાર જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે.
તાલુકા પંચાયતની ગોૈરીદડ બેઠક જિલ્લા પંચાયતની બેડી બેઠક સાથે જોડાયેલી છે. જિલ્લા પંચાયતની બેઠકના ભાજપના ઇન્ચાર્જ તરીકે શૈલેષ અજાણી છે. તમામ સ્તરના કાર્યકરો સક્રીય છે
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
