News of Tuesday, 8th September 2026
ચોટીલાના ત્રંબોડામાં માવજી સાડમીયા પર ભાઇ-ભત્રીજાનો હુમલોઃ પગ ભાંગી ગયો
બે ભાઇઓ ઝઘડો કરતાં હોઇ પોતે વચ્ચે પડતાં ડખ્ખોઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૮: ચોટીલાના ત્રંબોડા ગામે રહેતાં માવજી અમરશીભાઇ સાડમીયા (ઉ.વ.૩૬) નામના યુવાન પર તેના જ સગા મોટા ભાઇ દેવરાજ અને ભત્રીજા કિરણે મળી હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પગમાં ઉંધુ ધારીયુ ફટકારી દેતાં પગ ભાંગી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
માવજી ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાનો છે અને સંતાનમાં એક દિકરી તથા બે દિકરા છે. પોતે ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. માવજીએ કહ્યું હતું કે મારા બે ભાઇઓ દેવરાજ અને કેશો અંદરો અંદર ઝઘડો કરતાં હોઇ હું વચ્ચે પડયો હતો અને ઝઘડો નહિ કરવા સમજાવતાં મોટા ભાઇ દેવરાજ અને ભત્રીજા કિરણે ઉશ્કેરાઇ જઇ મારા પર હુમલો કરી દીધો હતો. પગમાં ઉંધુ ધારીયુ મારી દેતાં પગ ભાંગી ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
