તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
રાજુલાના ધાતરવડી બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતાં ભીષણ આગ : ચાલક જીવતો ભૂંજાયો
નિયંત્રણ ગુમાવીને ટ્રક નીચે પટકાતા આગ ભભૂકી : પોલીસ અને ફાયરની ટીમ દોડી ગઈ : આગ એટલી વિકરાળ હતી કે ચાલકને બચાવી શકાયો નહીં

અમરેલી-રાજુલા તા.૨૦ : અમરેલી જીલ્લાના રાજુલા તાલુકાના ધાતરવડી બ્રિજ પર મંગળવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં એક ટ્રક ચાલકનું નિયંત્રણ ગુમાવતા ટ્રક બ્રિજ પરથી નીચે ખાબકી હતી અને તરત જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઝાળમાં ટ્રકનો ચાલક ફસાઈ જતા તેનું ઘટનાસ્થળે જ દાઝી જવાથી મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટ્રક બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક સીધો નીચે પટકાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકમાં આગ લાગી ગઈ હતી. સ્થાનિક લોકોએ આગ જોઈને તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ચાલકને બચાવી શકાયો નહીં.
ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતક ચાલકની ઓળખ માટે તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. અકસ્માતના કારણે ધાતરવડી બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
