તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
મોરબીના રંગપરમાં એસિડ પી લેનાર પરિણીતા ભક્તિબા ઝાલાનું મૃત્યુ
સારવારમાં દમ તોડતાં પુત્ર મા વિહોણો થયોઃ ત્રાસ હોવાનો ભાઇનો આક્ષેપ

રાજકોટ તા. ૩: મોરબીના રંગપર ગામે રહેતાં પરિણીતાએ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ પરિણીતાને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ દમ તોડી દીધો હતો. સાસરીયાના ત્રાસનો આક્ષેપ કરવામાં આવતાં તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ મોરબીના રંગપર ગામે શક્તિનગર સોસાયટીમાં રહેતાં ભક્તિબા રાજદિપસિંહ ઝાલા (ઉ.વ.૨૬) નામના પરિણીતાએ ગત ૩૦મીએ એસિડ પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ભક્તિબાના ભાઇ શક્તિસિંહે જણાવ્યું હતું કે બનેવીને અગાઉ પાનની દુકાન હતી. હાલ કંઇ કરતાં નથી. સાસરીયામાં ત્રાસ હોવાનો આક્ષેપ પણ તેમણે કરતાં મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામનારને સંતાનમાં એક દિકરો છે. (
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
