News of Monday, 19th October 2026
બરડામાં મનસુખભાઇએ પુનઃ વસવાટ કરેલ સિંહના દર્શન કર્યા

પોરબંદર : કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી તેમજ લોકસભાના સાંસદ શ્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગર વિસ્તારમાં સફારી દરમિયાન ૧૪૭ વર્ષ બાદ ફરી વસવાટ કરતા સિંહનાં દર્શન કર્યા હતા. સફારી દરમિયાન કેન્દ્રીય મંત્રીશ્રીએ અજમાભાટ નેસ અને બાળા નેસ મુલાકાત લઈને ત્યાં વસવાટ કરતા માલધારી પરિવારો સાથે સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન બરડા અભયારણ્ય વિસ્તારમાં વસવાટ કરતા માલધારી પરિવારોને સ્વૈચ્છિક રીતે અભ્યારણ્યની બહાર પુનઃસ્થાપિત કરવાની યોજના અંગે ચર્ચા કરી હતી. માલધારી પરિવારોના હિતોનું ધ્યાન રાખીને તેમને યોગ્ય સુવિધાઓ અને પુનઃસ્થાપનના વિકલ્પો ઉપલબ્ધ કરાવવાના મહત્વ અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. જામ ખંભાળિયાના ધારાસભ્ય મુળુભાઇ બેરા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, મનપા મેયર સાગરભાઈ મોદી, નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદગુડે, અગ્રણી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રભારી વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ જયેશભાઈ ભૂતિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
