તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Sunday, 24th May 2026
માણાવદર કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજાઈ: ગામડાં સુધી સંગઠન મજબૂત કરવા સંકલ્પ
આવનારા દિવસોમાં કોંગ્રેસને વધુ વેગવંતી બનાવવા માણાવદરના પ્રત્યેક ગામડા સુધી સંગઠન મજબૂત કરવાનો અને લોકપ્રશ્નો મુદ્દે લડત આપવાનો નિર્ણય લેવાયો

માણાવદર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ માણાવદર પટેલ સમાજ ખાતે કોંગ્રેસની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા તમામ ઉમેદવારોના પ્રતિભાવો સાંભળીને પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
બેઠકમાં હાજર નેતાઓએ જણાવ્યું કે, શાસક પક્ષ ભાજપની કથિત તાનાશાહી અને દબાણની રાજનીતિ સામે કોંગ્રેસના કાર્યકરો ખૂબ જ મજબૂતાઈથી ચૂંટણી લડ્યા છે અને લોકોનો અવાજ બન્યા છે. વિપરીત સંજોગોમાં પણ પક્ષ માટે રાત-દિન એક કરનારા પાયાના કાર્યકરોની મહેનતને બિરદાવી તેમનું સન્માન કરાયું હતું.
આવનારા દિવસોમાં કોંગ્રેસને વધુ વેગવંતી બનાવવા માણાવદરના પ્રત્યેક ગામડા સુધી સંગઠન મજબૂત કરવાનો અને લોકપ્રશ્નો મુદ્દે લડત આપવાનો નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં જશવંતસિંહ ભટ્ટી, જિલ્લા પ્રમુખ અમિત પટેલ, તાલુકા પ્રમુખ વિરમભાઇ ખોડભાયા, હરિભાઈ કણસાગરા, બાબુભાઈ વાજા, કરસનબાપુ ભાદરકા, જોલિત બુસા, નિર્મળસિંહ ચુડાસમા, દિલીપભાઈ જસાણી અને રાજ કાનગડ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
