<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

સગીર બાળાના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની કેદની સજા

નવા કાયદા મુજબ લાલપુર પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુન્હામાં નામદાર કોર્ટે દાખલારૂપ ચુકાદો આપ્યો

લાલપુર પોલીસ સ્ટેશનના પાર્ટ-એ  ગુ.ર.નં.૧૧૨૦૨૦૩૬૨૫૦૧૭૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ની કલમ-૬૪(૨),એમ,૩૫૧(૩) તથા પોક્સો એક્ટ કલમ-૪,૬ મુજબના ગુન્હો નોંધાયેલ હોય જે ગુન્હા કામે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય રાજકોટ વિભાગ,રાજકોટનાઓએ તથા જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની જામનગરનાઓએ જામનગર જીલ્લામાં મહિલા અને બાળાઓ ઉપર થતા અત્યાચારના ગુન્હાઓમાં ઝડપી ચાર્જશીટ કરી પ્રોસીક્યુશન ચલાવવા સુચના અને જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાલપુર વિભાગ,લાલપુરના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા ની સુચના અને માર્ગદર્શન આધારે લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ.ગળચર તથા લાલપુર પોલીસ સ્ટાફ દ્રારા સદર ગુન્હાની સચોટ તપાસ કરી પુરતા પુરાવાઓ સાથે નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરતા સ્પે.પોક્સો કેસ નંબર-૨૧/૨૦૨૫થી નામદાર સેશન્સ કોર્ટ,જામનગર ખાતે સરકારી વકિલ ભારતીબેન વી.વાદી નાઓએ સરકાર તરફે દલીલો અને રજુઆતોને ધ્યાને લઇ પ્રોસીક્યુશનના અંતે નામદાર કોર્ટએ દુષ્કર્મ આચરનાર આરોપી મહેન્દ્ર સ/ઓ. વિઠ્ઠલભાઇ શામજીભાઇ સોનગરાને ૨૦ વર્ષની કેદની સજા ફટકારેલ છે

ઉપરોકત કામગીરી લાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે .એલ.ગળચર તથા લાલપુર પો.સ્ટે.ના રાઇટર ASI દિલીપસિંહ ચંદુભા ગોહિલ તથા રાઇટર પો.કોન્સ. સંદીપભાઇ રામભાઇ હુણ તથા રાઇટર પો.કોન્સ. રવિભાઇ જેસાભાઇ આંબલીયા તથા સરકારી વકિલ શ્રી ભારતીબેન વી.વાદીનાઓ દ્રારા કરવામાં આવેલ છે .

(10:21 PM IST)