<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

જુનાગઢમાં અગાઉ બે ગંભીર ગુનામાં સંડોવાયેલ શખ્‍સ છરી સાથે પકડાયો

પેરોલ ફર્લો સ્‍ક્‍વોડે શખ્‍સ પાસેથી બાઇક પણ કબ્‍જે લીધું

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૪: જુનાગઢમાં અગાઉ ૨ ગંભીર ગુનામાં સંડોવાયેલ શખ્‍સ છરી સાથે પલળી પેરોલ ફર્લો સ્‍ક્‍વોડે  શખ્‍સ પાસેથી બાઇક પણ કબ્‍જે લીધું હતું.

જુનાગઢ પેરોલ ફર્લો સ્‍ક્‍વોડ અને ક્રાઇમ બ્રાન્‍ચની ટીમને બાતમી મળી હતી કે, અગાઉ જામનગર જિલ્લાના કાલાવડ પોલીસ સ્‍ટેશનના ખૂન કેસમાં અને જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલા જાલીનોટ ગુનામાં સંડોવાયેલ સંજુ ઉર્ફે સોનુ શંકરસિંહ ઓમકારસિંહ ઠાકુર નામનો શખ્‍સ હથિયાર સાથે બાઈક ઉપર ગાંધી ચોક તરફ થી રેલવે સ્‍ટેશન તરફ આવે છે. આ વાતની આધારે પોલીસે ક્રાઈમ બ્રાન્‍ચ પાસે વોચ ગોઠવી ગાંધી ચોક તરફથી બાઇક પર આવતા મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ જોષીપરા, નંદનવન સોસાયટીમાં રહેતો અને કલર કામ કરતો ૪૦ વર્ષીય સંજુ ઉર્ફે સોનુ શંકરસિંહ ઓમકારસિંહ ઠાકુરને ઝડપી લીધો હતો. પોલીસે શખ્‍સની અંગ ઝડતી કરતા નેફામાંથી છરી મળી આવી હતી.

પોલીસે શખ્‍સ પાસેથી છરી અને રૂપિયા ૫૦,૦૦૦ની કિંમતનું જીજે ૦૫ ટીએક્‍સ ૫૦૮૫ નંબરની બાઈક કબજે લઈ હથિયાર બંધીના જાહેરનામાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

(10:43 AM IST)