<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

જુનાગઢના ખામધ્રોળના શખ્‍સની કારમાં વિદેશી દારૂની ૧૦૯ બોટલ સાથે ધરપકડ

કાર, બાઈક, દારૂ સહિત ૩.૫૫ લાખો મુદામાલ કબજે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨: જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં સ્‍ટાફ રાત્રે પેટ્રોલિંગમાં હતો ત્‍યારે સોનરખ નદીના કાંઠે ધાર વિસ્‍તારમા ખામધ્રોળ ગામે સફેદ કલરની આઈ. ૨૦ ફોરવ્‍હીલ કારની શંકાસ્‍પદ હિલચાલ જોવા મળી હતી.

પોલીસે કાર રૉકી તલાશી લેતાં કારમાંથી રૂપિયા ૧૫૨૬૦ની કિંમતના વિદેશી દારૂની ૧૦૯ બોટલ મળી આવી હતી. પોલીસે ખામધ્રોળ ગામના ખીમા અમરાભાઈ કટારાની ધરપકડ કરી સ્‍થળ પરથી દારૂ, કાર, મોટરસાયકલ,મોબાઇલ મળી કુલ રૂપિયા ૩,૫૫,૨૬૦નો  મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડા દરમિયાન યશ મેરૂભાઈ કટારા અને સાગર પાંચાભાઈ હુણ નામના શખ્‍સો હાજર નહીં મળી આવતા તાલુકા પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(10:55 AM IST)