<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

ધ્રોલના ખીજડીયા ગામે વાડીમાં મોટર રીપેર કરતી વખતે વીજ કરંટ લાગતા વૃદ્ધ ખેડૂતનું મોત

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૧: ધ્રોલ તાલુકાના જાળીયા માનસર ગામના વતની હરસુખભાઇ કરમશીભાઇ રામોલીયા (ઉ.વ.૬૫) તા.૧૦/૦૯/૨૦૨૬ના રોજ સાંજના સમયે ખીજડીયા સીમ વિસ્‍તારમાં આવેલી પોતાની વાડીએ ગયા હતા. ત્‍યાં ઇલેક્‍ટ્રિક મોટરનો વાયર સ્‍ટાર્ટરમાંથી નીકળી ગયો હોવાથી તેઓ વાયરનું રીપેરીંગ કરી રહ્યા હતા.

તે દરમિયાન અચાનક તેમના જમણા હાથની હથેળીમાં જોરદાર ઇલેક્‍ટ્રિક શોક લાગ્‍યો હતો. અકસ્‍માત સર્જાતા જ તેઓને તાત્‍કાલિક ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. જોકે, ત્‍યાં ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ બાદ તેમને મળત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મળતકના પુત્ર પ્રકાશભાઇ હરસુખભાઇ રામોલીયાએ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં જાણ કરતા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ ડી.પી. વઘોરાએ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વળદ્ધ ખેડૂતના આકસ્‍મિક નિધનથી પરિવાર અને ગામમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે.

(1:09 PM IST)