<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

ભાવનગરમાં ઇકો કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ ઝડપાયો

એલસીબીએ રૂ.3.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે  ઇકો કારમાં ખાસ ચોરખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ હેરફેર કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની ૫૭૬ બોટલ, કાર, બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ.૩,૨૮,૬૮૦નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક  રાજેન્દ્ર વી. અસારી અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક  નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.સી. શીંગરખીયા, પીએસઆઈ આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા તથા સ્ટાફને શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ સૂચના આપવામાં આવી હતી.
તે અનુસંધાને  એલસીબીનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે સમીરભાઈ સલીમભાઈ કલાણીયા નામનો શખ્સ સફેદ રંગની મારૂતી સુઝુકી ઇકો કાર નંબર GJ-38-BA-6313માં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો લઈ શિહોર તરફથી પાલીતાણા તરફ આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે શિહોર રેલવે ફાટક પાસે પઢીયાર ફર્નિચર સામે જાહેર રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ઇકો કારને અટકાવી તપાસ કરતાં કારના પાછળના ભાગે બમ્પરની નીચે ખાસ બનાવેલા ચોરખાનામાંથી “ફોર સેલ ઇન મધ્ય પ્રદેશ ઓનલી” લખેલ લંડન પ્રાઇડ ઓરેન્જ ફ્લેવર્ડ વોડકાની ૧૮૦ એમએલની ૫૭૬ બોટલો મળી આવી હતી.
પોલીસે ગારીયાધારના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા સમીરભાઈ સલીમભાઈ કલાણીયા (ઉ.વ.૨૧)ની અટકાયત કરી હતી. તેની પાસેથી રૂ.૧,૦૩,૬૮૦ની દારૂની બોટલો, રૂ.૨ લાખની ઇકો કાર, એક એપલ આઈફોન-૧૪, એક વીવો મોબાઇલ, આધાર કાર્ડ અને એટીએમ કાર્ડ મળી કુલ રૂ.૩,૨૮,૬૮૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરી એલસીબી ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર, પી.ડી. ઝાલા તેમજ સ્ટાફના જગદીશભાઈ સાંગા, જયદાનભાઈ લાંગાવદરા, બીજલભાઈ કરમટીયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા, રાજુભાઈ વાઘેલા, નિલેશભાઈ જોશી અને પ્રજ્ઞેશભાઈ પંડ્યાએ સફળ બનાવી હતી.

(8:58 PM IST)