<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

કચ્છ જિલ્લા કોંગ્રેસ સંગઠનની મોટી કાર્યવાહી :પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 19 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા

એકસાથે 19 જેટલા પદાધિકારીઓ અને સભ્યોને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દેવાતા કચ્છના રાજકારણમાં ભારે ચર્ચા જાગી

કચ્છ જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા પક્ષના આંતરિક માળખાને મજબૂત કરવા અને શિસ્ત જાળવી રાખવા માટે એક બહુ જ મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષની નીતિ અને આદેશો વિરુદ્ધ જઈને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહેવા બદલ કુલ 19 જેટલા સભ્યો સામે શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવ્યા છે. શિસ્ત સમિતિ અને જિલ્લા સંગઠનની ભલામણ બાદ આ તમામ સભ્યોને તાત્કાલિક અસરથી કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

કોંગ્રેસ પક્ષ દ્વારા લેવાયેલા આ આકરા પગલાંને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સસ્પેન્ડ કરવામાં આવેલા 19 સભ્યોમાં માત્ર સામાન્ય કાર્યકરો જ નહીં, પરંતુ સંગઠનના વિવિધ સ્તરે જવાબદારી સંભાળતા મહત્વના હોદ્દેદારોનો પણ સમાવેશ થાય છે. પક્ષ વિરુદ્ધ કામ કરનારા કોઈપણ વ્યક્તિને સાંખી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંકેત હાઈકમાન્ડ અને જિલ્લા નેતાગીરી દ્વારા આ એક્શન ) લઈને આપવામાં આવ્યો છે.

એકસાથે 19 જેટલા પદાધિકારીઓ અને સભ્યોને પક્ષમાંથી બહારનો રસ્તો બતાવી દેવાતા કચ્છના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. આ ઘટનાને પગલે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સંગઠનની આંતરિક વ્યવસ્થાઓ પર કેવો પ્રભાવ પડશે તેના પર સૌની નજર મંડાયેલી છે. કોંગ્રેસના આ આકરા વલણથી પક્ષના અન્ય સભ્યો અને કાર્યકરોમાં પણ શિસ્તને લઈને એક કડક મેસેજ ગયો છે.

(11:32 PM IST)