તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
જામનગરના લાલપુર પોલીસની મોટી કાર્યવાહી: પીપરટોડા ગામે ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી, 88 લાખનો મુદ્દામાલ જપ્ત, JCB-02 અને ૪ ટ્રેક્ટર ટ્રોલી કબ્જે
વગડીયા સીમમાં સરકારી ખરાબામાંથી મોરમની ચોરી કરતા ઈસમોને રંગેહાથ ઝડપ્યા, રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયના આદેશ બાદ જામનગર SP ડૉ. રવિ મોહન સૈનીની સૂચનાથી લાલપુર PSI કે.એન. ગજ્જરની ટીમની રેડ, ખાણ-ખનીજ વિભાગ સાથે મળીને આગળની કાર્યવાહી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,જામનગર જિલ્લાના લાલપુર પોલીસે ગેરકાયદે ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. પીપરટોડા ગામની સીમ વિસ્તારમાં આવેલ વગડીયા સીમમાંથી સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ મોરમની ચોરી કરતા ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ નિર્લિપ્ત રાય (IPS) નાઓએ રાજકોટ રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર ઈસમો ઉપર અંકુશ લાવવા સૂચના આપેલ હતી. જે અન્વયે જામનગર પોલીસ અધિક્ષક શ્રી ડૉ. રવિ મોહન સૈની (IPS) તથા મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ પ્રતિભા (IPS) ના માર્ગદર્શન મુજબ લાલપુર પોલીસ કામગીરી કરી રહી હતી.
દરમિયાન મળેલ બાતમી આધારે લાલપુર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. શ્રી કે.એન. ગજ્જર તથા પો.સબ ઈન્સ. શ્રી એસ.પી. ગોહિલ તથા સ્ટાફે પીપરટોડા ગામની સીમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પર સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજ મોરમ ચોરી કરતા ઈસમો મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી 02 નંગ JCB મશીન તથા 04 નંગ ટ્રેક્ટર ટ્રોલી મળી કુલ રૂપિયા 88,00,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. ખાણ-ખનીજ અધિકારીઓને સાથે રાખી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં પો.હેડ.કોન્સ ટી.બી. જાડેજા તથા પો.કોન્સ. પ્રવીણભાઈ બડીયાવદરા તથા પો.કોન્સ દિવ્યેશભાઈ ભીલ્બા નાઓની ટીમ જોડાઈ હતી.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
