<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

ધ્રોલ પોલીસની મોટી કાર્યવાહી : વિદેશી દારૂની 2160 નાની બોટલો, કિયા કાર,મોબાઇલ સહિત 11,77,200 નો મુદ્દામાલ જપ્ત

લતીપર ગામ તરફથી ધ્રોલ તરફ આવતી કિયા સેલ્ટોસ કારમાંથી દારૂ ઝડપાયો, એક આરોપી પકડાયો : ત્રણ ફરાર થઈ જતા પોલીસ દ્વારા શોધખોળ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૭ :  જામનગર ગ્રામ્ય ડિવિઝનના ધ્રોલ પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો નંગ-2160 તથા એક કિયા કાર તથા એક મોબાઇલ ફોન એમ કુલ રૂ. 11,77,200/- ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના શ્રી નિર્લિપ્ત રાય (IPS) નાઓની સુચના મુજબ જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની નાઓએ દારૂ જુગારની પ્રવૃતિ અટકાવી સંપૂર્ણ નાબુદ કરવા સુચના આપેલ હોય, જેથી જામનગર ગ્રામ્ય ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદા નાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ ધ્રોલ પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી પી.એન. ખાચર સાહેબની સુચના મુજબ ધ્રોલ પો.સ્ટે.ના માણસો પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

 

દરમ્યાન ધ્રોલ પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. રાજેશભાઈ કે. મકવાણા તથા કલ્પેશભાઈ ડી. કામરીયા તથા હરદેવસિંહ જે. જાડેજા તથા સંજયભાઈ કમાભાઈ સોલંકી તથા પો.કોન્સ. રઘુવીરસિંહ ચંદુભા જાડેજા તથા નાગજીભાઈ પુંજાભાઈ ગમારા નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, લતીપર ગામ તરફથી ધ્રોલ ગામ તરફ એક ગ્રે કલરની કિયા સેલ્ટોસ કારમાં વિદેશી દારૂ ભરીને ધ્રોલ તરફ આવે છે અને જામનગર તરફ જનાર હોય, જેથી ધ્રોલ-જોડીયા રોડ પશુ દવાખાનાની સામે રોડ પર વોચમાં રહી હકીકત વાળી કિયા સેલ્ટોસ કાર આવતા તેને રોકી ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની નાની બોટલો નંગ 2160 ભરેલી મળી આવતા મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરેલ છે તથા આ દારૂનો જથ્થો મોકલનાર તથા દારૂ મંગાવનાર ની તપાસ તજવીજ હાથ ધરેલ છે.

     પકડાયેલ આરોપી સુનિલ જયસુખભાઈ મકવાણા ઉ.વ. 34 ધંધો ડ્રાઈવિંગ રહે. શિવ શક્તિ સોસાયટી, મયુર ક્લીનીક વાળી ગલી, હાપા તા.જી. જામનગર

પકડવા પર બાકી આરોપીઓ મેહુલ કોળી રહે. થાન જી. સુરેન્દ્રનગર સાહીલ ફિરોજભાઈ મોદી રહે. સાધના કોલોની, નંદનવન સોસાયટી પીંજારા વાસ, જામનગર જી. જામનગર મુસ્તાક સફીયા રહે. ધુંવાવ ગામ તા.જી. જામનગર

મળી આવેલ મુદ્દામાલ વિદેશી દારૂની કુલ નાની બોટલો નંગ-2160 કિં. રૂ. 3,67,200/-કિયા સેલ્ટોસ કાર રજી. નંબર GJ-32-K-0218 કિં. રૂ. 8,00,000/-એક મોબાઇલ ફોન કિં. રૂ. 10,000/-.

આ કામગીરી ધ્રોલ પો.સ્ટે.ના પો.ઇન્સ.  પી.એન. ખાચર તથા પો.હેડ કોન્સ. રાજેશભાઈ કે. મકવાણા તથા કલ્પેશભાઈ ડી. કામરીયા તથા હરદેવસિંહ જાડેજા તથા સંજયભાઈ કમાભાઈ સોલંકી તથા જયેશભાઈ કે. દલસાણીયા તથા પો.કોન્સ. રઘુવીરસિંહ ચંદુભા જાડેજા તથા નાગજીભાઈ પુંજાભાઈ ગમારા તથા ભગીરથસિંહ કિરીટસિંહ જાડેજા તથા દેવાભાઈ નાજાભાઈ ગોલતર નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(12:12 PM IST)