<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

મોટી પાનેલી બસસ્‍ટેન્‍ડ મેઈન રોડમાં અડધો ડામર રોડ અને અડધો સિમેન્‍ટ રોડઃ તંત્રનો નવો પ્રયોગ કે...??

રોડ વચ્‍ચોવચ મસમોટા ખોદેલા ખાડામાં મોરમ ભરી કામ ચલાવ્‍યું, નવા સિમેન્‍ટ રોડમાં આવું હોય??

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલીઃ તા.૨૬:  ઉપલેટા તાલુકા ના મોટી પાનેલીમાં નવા બની રહેલા સિમેન્‍ટ રોડ માં મુખ્‍ય બસસ્‍ટેન્‍ડ રોડ ઉપર અડધો જૂનો ડામર રોડ એમજ રાખીને ઉભો પટ્ટો સિમેન્‍ટ રોડ થી બનાવી નાખતા લોકોમાં ચર્ચા જાગી છે સિમેન્‍ટ રોડ ની બન્ને સાઈડ જૂનો ડામર રોડ એમનેમ રાખી દીધેલ હોય લોકોમાં ભારે ચર્ચા જાગી છે સાથેજ રોડ અધૂરો રાખી ખાડામાં મહોરમ ભરી દેતા વધુ આヘર્ય જાગેલ છે લોકોમાં ચર્ચા જાગી છે કે આ શું તંત્રનો નવો પ્રયોગ છે કે પછી ધાંધ્‍યા?? તંત્ર દ્વારા અનેક જગ્‍યાએ નવા બનતા રોડમાં સાઈડો રાખી દીધેલ છે કયાંક તો ખોદી નાખેલ જગ્‍યા માં ભરતીના કરતા મકાન માલિકો એ ભરતી કરવી પડી છે જેને લઈને ને પણ નારાજગી જોવા મળેલ છે આ અગાઉ પણ ભારે હોબાળો મચેલ બાદમાં કામ ચાલુ કરવામાં આવેલ ફરી પાછું બસટેન્‍ડ રોડ ઉપર અધૂરું કામ સામે આવતા ગ્રામજનો માં ચર્ચા સાથે નારાજગી સામે આવેલ છે જો તાત્‍કાલિક કામ પૂરું નહીં કરવામાં આવે તો લોકોની નારાજગી બહાર આવશે એ ચોક્કસ છે

(10:50 AM IST)