News of Thursday, 13th August 2026
કચ્છના ગાંધીધામમાં કાર ચડાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી પ્રવીણકુમાર અમીલાલ બુગાલીયા (જાટ)ને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
સમગ્ર હૃદયકંપાવનારી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થતા જેના આધારે સોશિયલ મીડિયા પર પણ ભારે હોબાળો મચતા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી, ટાટા સફારી કાર કબજે કરીને કાયદાકીય કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : ગાંધીધામમાં ટાટા સફારી કાર ચડાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર મુખ્ય આરોપી પ્રવીણકુમાર અમીલાલ બુગાલીયા (જાટ) ને ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. બનાવની વિગતો અનુસાર ગાંધીધામના રોટરી સર્કલ પાસે આરોપીએ પોતાની ગાડીથી ફરિયાદી યુગેશ મોહન નાયરની કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ ભાગી રહેલા આરોપીનો ભોગ બનનાર કાર ચાલકે હિંમતપૂર્વક પીછો કર્યો હતો અને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક તેને ઓવરટેક કરીને અટકાવ્યો હતો. જ્યારે ભોગ બનનાર વ્યક્તિ અકસ્માત અંગે વાત કરવા અને ગેરવર્તણૂકનો વિરોધ કરવા ગાડીમાંથી બહાર નીકળીને આરોપી તરફ ગયો, ત્યારે આરોપી પ્રવીણકુમારે તેને જાનથી મારી નાખવાના ઈરાદે તેના પર ગાડી ચડાવવાનો ઘાતકી પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર હૃદયકંપાવનારી ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે સોશિયલ મીડિયા પર પણ ભારે હોબાળો મચ્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે ત્વરિત એક્શન લઈને ગુનો નોંધી આરોપી પ્રવીણકુમાર બુગાલિયાને ઝડપી, ટાટા સફારી કાર કબજે કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
