તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Monday, 16th November 2026
સાવરકુંડલા બાયપાસ નજીક ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં મહુવા-જેતપુર નેશનલ હાઈવે બંધ
ટેન્કર પલટી ખાધા બાદ તેને ફરી ઊભું કરવા માટે ત્રણ ક્રેનની મદદ લેવાઈ: અંદાજે બે કલાકથી રસ્તો બંધ રહેતા વાહનચાલકોને ભારે હાલાકી

અમરેલીના સાવરકુંડલા બાયપાસ નજીક ગેસ ભરેલું ટેન્કર પલટી જતાં મહુવા-જેતપુર નેશનલ હાઈવે બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. ટેન્કર પલટી ખાધા બાદ તેને ફરી ઊભું કરવા માટે ત્રણ ક્રેનની મદદથી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ટેન્કર ઊભું કરવાની કામગીરીને કારણે હાઈવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે અટકી ગયો હતો. સાવરકુંડલા બાયપાસ નજીક વાહનોની ત્રણથી ચાર કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. અંદાજે બે કલાકથી રસ્તો બંધ રહેતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
