News of Friday, 2nd October 2026
ભાયાવદર પાસે ટ્રેકટર સાથે બાઇક અથડાતા મોજીરા ગામના મહેશભાઇ મારડીયાનું મોત

રાજકોટ તા.રઃ ભાયાવદર પાસે ટ્રેકટર સાથે બાઇક અથડાતા બાઇકચાલકનું મોત થયુ હતું. મળતી વિગતો મુજબ ઉપલેટાના મોજીરા ગામે રહેતા મહેશભાઇ મારડીયા પોતાનુ મો.સા રજી નંબર જીજે-૦૩-સીએન-૭૯૮૦ વાળુ લઇને પોતાના ઘર તરફ આવતા તે દરમ્યાન ભાયાવદર ખાખીજાળીયા રોડ ઉપર ગાયત્રી સ્ટોનની આગળ પહોચતા રોડ ઉપર એક મહિન્દ્રા કંપનીનુ ટ્રેકટર જેના રજી નંબર જીજે-૦૭-એએન-૯૪૪૭ ના ચાલક હીરાભાઇ રાજાભાઇ ભારાઇ રહેવાસી વાડલા વાળાએ પોતાનુ ટ્રેકટર ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી અચાનક રોડ વચ્ચે ટ્રેકટર ઉભુ રાખતા મહેશભાઇ બાઇક લઇને નીકળતા ટ્રેકટરના જમણી બાજુ સાઇડમા અથડાતા મહેશભાઇને ગંભીર ઇજા થતા પ્રથમ ઉપલેટા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ લઇ જવાતા એ દરમિયાન તેમનું મોત નીપજયુ હતું. બનાવ અંગે મૃતકના પુત્ર પિન્ટુભાઇ રે.મોજીરા ગામે ટ્રેકટર ચાલક સામે ભાયાવદર પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
