<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ પર 3 ઇંચ વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાયા.

100 ફૂટ આડી દીવાલ બનતા પાણી દુકાનોમાં ઘૂસ્યું: વેપારીઓ અને રાહદારીઓની હાલાકી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ પર આવેલ હંસા સિલેક્શન અને ગોપાલ સોસાયટીના નાકે, જ્યાં ઓવરબ્રિજ ઉતરે છે તે વિસ્તારમાં માત્ર 3 ઇંચ જેટલા વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.
     આ વિસ્તારમાં બનાવવામાં આવેલી 100 ફૂટ લાંબી આડી દીવાલના કારણે વરસાદી પાણીનો નિકાલ રોકાઈ જાય છે અને પાણી ભરાઈને સીધા આસપાસની દુકાનોમાં ઘૂસી જાય છે. થોડા જ વરસાદમાં આ પ્રકારે પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો, રાહદારીઓ તેમજ સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે આ પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

(9:17 PM IST)