તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
દ્વારકાધીશના ધામે જન્માષ્ટમીનો મહારંગ : શ્રીકૃષ્ણના ૫૨૫૩મા જન્મોત્સવે ભક્તિસાગર ઊમટ્યો, મંદિર જય રણછોડથી ગુંજી ઊઠ્યું
સોના-ચાંદીના તાર અને હીરાજડિત કેસરી વાઘામાં દ્વારકાધીશ : મધરાતે જન્મોત્સવ માટે હજારો ભક્તોની આતુર રાહ

દ્વારકા (દીપેશ સામાણી દ્વારા): દ્વારકા જગત મંદિરમાં શ્રીકૃષ્ણનો ૫૨૫૩મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. વિશેષ અભિષેક, શણગાર અને મધરાતની આરતી માટે ભક્તો ઊમટ્યા છે.
દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં આજે જન્માષ્ટમી પર્વે ભક્તિનો અનોખો માહોલ છવાયો છે. ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૫૩મા જન્મોત્સવને અનુલક્ષીને વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી. પૂજારી પરિવાર દ્વારા શ્રી દ્વારકાધીશજીનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્નાન અને વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો.
જન્માષ્ટમી નિમિત્તે ભગવાનને સોના-ચાંદીના તારથી ગૂંથેલા અને હીરાથી સુશોભિત ખાસ કેસરીયા વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે. મંદિરની અંદર અને બહાર વિશેષ સજાવટ કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી દ્વારકા પહોંચેલા ભક્તો ભગવાનના દર્શન માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા.
રાત્રિના મુખ્ય જન્મોત્સવ માટે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. મધરાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઘોષણા સાથે ઘંટનાદ, શંખનાદ અને ‘જય દ્વારકાધીશ’ના નાદ વચ્ચે વિશેષ આરતી યોજાશે.
આજે જન્માષ્ટમી ૨૦૨૬ તા.૪ સપ્ટેમ્બરે ઉજવાઈ રહી છે અને આ વર્ષ શ્રીકૃષ્ણની ૫૨૫૩મી જન્મજયંતી તરીકે મનાવવામાં આવી રહી છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
