તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
મોરબીમાં કાલે મહંતસ્વામી મહારાજનું આગમન : ૧૬ દિવસ કરશે રોકાણ
નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનો ત્રિદિવસીય મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૯:મોરબી શહેરના આંગણે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ઐતિહાસિક અવસરે પૂજ્ય મહંતસ્વામી મહારાજ આગામી ૨૦ ઓક્ટોબર, મંગળવારના રોજ સવારે ૯:૦૦ કલાકે મોરબી પધારી રહ્યા છે. મોરબી મંદિરના સર્જક પૂજ્ય મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા સમગ્ર મોરબી પંથકના હરિભક્તો અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓનું અત્યંત હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પૂજ્ય સ્વામી મહારાજ ૨૦ ઓક્ટોબરથી ૪ નવેમ્બર, ૨૦૨૬ સુધી મોરબીમાં રોકાણ ક૨ીને ભાવિકોને દર્શન અને આશીર્વાદનો અમૂલ્ય લાભ આપશે.
૨૫ ઓક્ટોબર, ૨૦૨૬ (રવિવાર - મુખ્ય પ્રતિષ્ઠા દિવસ): સવારે૯:૦૦ થી બપોરે ૧:૦૦ દરમિયાન પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ્ હસ્તે ‘મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ'સંપન્ન થશે. તેમજ સાંજે ૫: ૦૦ થી૮:૦૦ દરમિયાન ભવ્ય ‘મંદિર લોકાર્પણ સમારોહ અને શરદ પૂર્ણિમા સભા' યોજાશે.
૨૮ ઓક્ટોબર થી ૨ નવેમ્બર, ૨૦૨૬: દરરોજ સવારે ૬:૦૦ થી ૮:૦૦ દરમિયાન પૂજ્ય સ્વામી મહારાજના ‘પ્રાતઃપૂજા દર્શન' અને સાંજે ૫:૦૦ થી ૮:૦૦ દરમિયાન શ્નસાંય સત્સંગ સભા અને સાંસ્કળતિક કાર્યક્રમોઙ્ખ યોજાશે. જેમાં ૨ નવેમ્બરના રોજ સાંજે ‘વિરાટ મહિલા સંમેલન'નું વિશેષ આયોજન કરાયું છે.
૪ નવેમ્બર, ૨૦૨૬ (બુધવાર)પૂજ્ય મહંતસ્વામી મહારાજની૪ નવેમ્બર, ૨૦૨૬ (બુધવાર): પૂજ્ય મહંતસ્વામી મહારાજની મોરબીથી ભાવભરી વિદાય.
નોંધનીય છે કે ૨૧-૨૨ ઓક્ટોબર, ૨૬-૨૭ ઓક્ટોબર અને ૩ નવેમ્બરના રોજ જાહેર કાર્યક્રમો રહેશે નહીં. મોરબીના આંગણે ૧૬ દિવસ સુધી વહેનારી આ ભક્તિ, સત્સંગ અને સંસ્કળતિની ભાગીરથીમાં જોડાવા સમગ્ર મોરબીની ધર્મપ્રેમી જનતાને BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
