તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
જામનગર જિલ્લાના કાલાવડની હિરપરા કન્યા વિધાલયમાં જાદુગર રહેમતુલ્લા મલેકનું સન્માન
ગાંધીજયંતી નિમિત્તે અંધશ્રધ્ધા દૂર કરવા અને વિદ્યાર્થીઓમા વૈજ્ઞાનિક અભિગમ આવે તેવાં હેતુથી આયોજન કરાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ : ગાંધીજયંતી નિમિત્તે કાલાવડ હિરપરા કન્યા વિધાલયમાં અંધશ્રધ્ધા દૂર કરવા અને વિદ્યાર્થીઓમા વૈજ્ઞાનિક અભિગમ આવે તેવાં હેતુથી જાદુગર રહેમતુલ્લા મલેકનો જાદુનો કાર્યક્રમ હિરપરા કન્યા વિધાલયના ટ્રસ્ટી અને તાલુકાનાં રાજકિય અગ્રણી જમનભાઈના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
જાદુ કાર્યક્રમમા વાવડી પ્રાથમિક શાળાનાં આચાર્ય રમણિક ભાઈ મારકણા અને નિવૃત શિક્ષક ગોપાલભાઈ રાંક ની સહભાગીદારી પ્રશંસનીય રહી હતી.હિરપરા કન્યા વિધાલયના શિક્ષક ભાઈ બહેનોની હાજરી અને ૧૫૦૦ વિદ્યાર્થીનીઓની શિસ્તબંધ સહયોગીતા કાબીલેદાદ હતી.કાર્યક્રમના અંતે ટ્રસ્ટી અગ્રણી જમનભાઈ તારપરાએ રહેમતુલ્લાભાઈનુ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
