News of Saturday, 3rd October 2026
ભુજના માધાપર ગામે લગ્નની લાલચ આપી સગીરાનું ત્રણ વર્ષથી જાતીય શોષણ
લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો, માધાપર પોલીસ મથકે ગુનો નોંધાયો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : ભુજ તાલુકાના માધાપર વિસ્તારમાં કિશોરીને લગ્નની લાલચ આપી લાંબા સમયથી જાતીય શોષણ કર્યાની ફરિયાદ માધાપર પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદ મુજબ, માધાપરના અફઝલ રજાક મેમણ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કિશોરીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. ફરિયાદમાં લગ્ન કરવાની લાલચ આપીને કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ સતત તેણીનું શોષણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. બનાવ અંગે માધાપર પોલીસે ફરિયાદના આધારે પોક્સો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
