<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

બેન્‍ક એકાઉન્‍ટ ભાડે આપી રાતો-રાત પૈસા કમાવાની લાલચમાં ફ્રોડના રૂા. ૬૬,૧૬,૦૦ના ટ્રાન્‍ઝેકશન કરતા ૪ આરોપીઓને ઝડપી લેતી ખંભાળીયા સાયબર ક્રાઇમ પોલીસ

 

ખંભાળીયા, તા.૯: સાયબર ફ્રોડના ગુન્‍હાઓના આરોપીઓની ટેકનીકલ સોર્શ અને હ્યુમન સોર્શ આધારે શોધી કાઢવા પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનની ટીમ દ્વારા વિવિધ દિશામાં પ્રયત્‍નો હાથ ધરવામાં આવેલ જેમાં મળેલ ટેકનીકલ માહીતી અને બાતમી હકીકત આધારે, BANK OF INDIA ખંભાળીયા શાખા તથા SBI બેન્‍ક, ભાણવડ શાખાના બેન્‍ક એકાઉન્‍ટોના ધારકો તેમજ મળતીયાઓ વિરૂધ્‍ધમાં ‘‘સાયબર ક્રાઇમ પો.સ્‍ટે. (૧) ગુ.ર.નં. ૦૦૧૨/૨૦૨૬ ભારતીય ન્‍યાય સહીંતા-૨૦૨૩ ની કલમ- ૩(૫), ૬૧(૨), ૩૧૭(૨), ૩૧૮(૨), ૩૧૯(૨), આઇ.ટી. એક્‍ટ કલમ ૬૬(ડી) મુજબ તથા (૨) ગુ.ર.નં.૦૦૧૩/૨૦૨૬ આઇ.પી.સી. ની કલમ-૩૪, ૧૨૦(બી), ૪૧૧, ૪૧૭, ૪૧૯ તથા આઇ.ટી. એક્‍ટ ૬૬(ડી) મુજબના ગુન્‍હાઓ નોંધી સાયબર ફોડના કુલ રૂ. ૬૬,૧૬,૦૦૦/- ની આપલે કરનાર MULE Account હોલ્‍ડર તથા આવા એકાઉન્‍ટને સાયબર ક્રાઇમ ગુન્‍હામાં વપરાશ લેતા (૧) યોગીરાજસિંહ દશરથસિંહ ચુડાસમા રહે. ગાયત્રી નગર, ખંભાળીયા, (૨) સિધ્‍ધરાજસિંહ વિરેન્‍દ્રસિંહ ગોહીલ રહે. નોકરીયાત સોસાયટી, તળાજા, (૩) અરશીભાઇ મારખીભાઇ બેરા રહે. માનપર ગામ, તા. ભાણવડ,   (૪) શીવમ અરવિંદભાઇ વિસાવાડીયા રહે. કુંભારપાડો, ભાણવડ, ને પકડી કાયવાહી કરી છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સપેક્‍ટરએચ. જી.રાઠોડ, પોલીસ સબ ઇન્‍સપેક્‍ટર, બી.કે.કડછા, સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન HC ધરણાંતભાઈ બંધિયા, HC ભરતભાઇ ચાવડા, HC હૈભાભાઇ ચાવડા, HC સાજણભાઈ સુવા, PC કિપાલસિંહ યોહાણ તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(1:00 PM IST)