News of Friday, 10th July 2026
હળવદના રણમલપુરમાં પ્રેમીપંખીડાએ ઝેર પીધું: યુવતિનું મોત, યુવાન સારવારમાં
પરિણીત માલદેને ત્યક્તા યુવતિ સાથે પ્રેમ થતાં બંને ભાગીને વીસેક દિવસથી મૈત્રીકરારથી રહેતાં હતાં: સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૦: હળવદના કવાડીયા ગામે રહેતાં પરિણીત યુવાનને એક ત્યકતા યુવતિ સાથે પ્રેમ થઇ જતાં બંને ભાગી જઇ મૈત્રી કરાર કરીને નજીકના રણમલપુરની સીમમાં રૂમ રાખીને સાથે રહેતાં હતાં. અહિ ગઇકાલે બંનેએ સજોડે ઝેર પી લેતાં સારવાર માટે ખસેડાયા હતાં. યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
જાણવા મળ્યા મુજબ હળવદના કવાડીયા ગામનો માલદે ભગતભાઇ સલાટ (ઉ.વ.૨૮) ગઇકાલે હળવદના રણમલપુર ગામે વાડી વિસ્તારમાં તે એક ત્યક્તા યુવતિ સાથે મૈત્રી કરારથી રહેતો હોઇ આ યુવતિ સાથે મળી પરમ દિવસે ઝેર પી જતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતાં. દવા પીધા બાદ માલદેએ પોતાના સગાને ફોન કરી પોતાના દિકરાનું ધ્યાન રાખવા ભલામણ કરી હોઇ સગાને જાણ થતાં તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતાં. યુવતિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે માલદેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
તે ચાર ભાઇ અને બે બહેનમાં નાનો છે અને સંતાનમાં બે દિકરા છે. માલદે છુટક મજુરી કરી ગુજરાન ચલાવે છે. ત્યકતા યુવતિ સાથે તેને ઓળખાણ થયા બાદ બંને પ્રેમમાં પડયા હતાં. આ પછી વીસ દિવસ પહેલા ભાગી નીકળ્યા હતાં અને રૂમ રાખીને રહેતાં હતાં. બાદમાં કોઇપણ કારણોસર બંનેએ સજોડે ઝેર પી લીધુ હતું. હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
