News of Wednesday, 29th April 2026
પોરબંદર જિલ્લા અને ત્રણેય તાલુકા પંચાયતોમાં ‘કમળ' ખીલ્યું
જિલ્લા પંચાયતની ૧૮ બેઠકોમાં ર બેઠકો બિનહરીફ મળીને ૧૬ બેઠકો ઉપર ભાજપની જીત : કોંગ્રેસ અને આપને ૧-૧ બેઠક : પોરબંદર તાલુકા પંચાયતની રર બેઠકોમાંથી ૪ બિનહરીફ થતા ભાજપને ૧૪ બેઠકો મળી : કુતિયાણા તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાં એક બેઠક બિનહરીફ અને બાકીની બેઠકોમાંથી ૧૪ ભાજપને મળીઃ અપક્ષને એક બેઠક મળી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૯: પોરબંદર મહાનગર પાલીકા અને પોરબંદર જિલ્લા પંચાયત તથા પોરબંદર રાણાવાવ અને કુતિયાણા એમ ત્રણેય તાલુકા પંચાયતની ચુંટણીમાં ભાજપનો દબદબો જળવાઇ રહયો છે.
પોરબંદર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમા ભાજપનો દબદબો જોવા મળ્યો હતો પોરબંદર જીલ્લા પંચાયતની કુલ ૧૮ બેઠકો પૈકી બખરલા અને મોઢવાડા જીલ્લા પંચાયતની બેઠક બિનહરિફ થઈ હતી જયારે ૧૬ બેઠકની ચુંટણીમા ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી હતી.
પોરબંદર તાલુકા પંચાયતની ૨૨ બેઠકો પૈકી જયારે રાણાવાવ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો પૈકી બાપોદર અને રાણાકંડોરણા-૨ બેઠક બિનહરિફ થતા ૧૪ બેઠકની ચુંટણી યોજાઈ હતી તમામ બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી.
કુતિયાણા તાલુકા પંચાયત ૧૬ બેઠકો પૈકી મોડદરની બેઠક બિનહરીફ થઈ હતી ૧૫ બેઠક પર ચુંટણી યોજાઈ હતી.
ચૌટા બેઠક પર અપક્ષ વિજેતા બન્યા હતા ૧૪ બેઠક ભાજપની જીત થઈ હતી પોરબંદર જીલ્લા અને ત્રણેય તાલુકા પંચાયતમા ભાજપનો વિજય થતાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિજય ઉત્સવ મનાવામા આવ્યો હતો. પોરબંદર જિલ્લા પંચાયતની ઓડદર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કેશવભાઈ રાજાભાઈ ઓડેદરાની જીત થતાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
પોરબંદર જિલ્લા પંચાયતના વિજેતા બનેલા ઉમેદવારોમાં બળેજ - સંતોકબેન લીલા પરમાર - ભાજ૫ - ૧૮૦ મતો, ૧-અડવાણા - સમજુબેન બાબુભાઈ કારાવદરા - ભાજપ - ૨૯૮૦, ર-અમરદડ - ભાવિશા પ્રતિક રાઠોડ - ભાજ૫ - ૧૭૭૮, ૫-ચૌટા - અમરીબેન અરજનભાઈ સોલંકી -ભાજ૫ - ૧૭૫૫, ૬-દેગામ - મંજુબેન ભરતભાઈ સુંડાવદરા - ભાજપ - ૩૧૫૨, ૧૦-ખીરસરા - સીમાબેન સંજયભાઈ ભારવાડીયા - ભાજપ - ૧૧૭૪, ૯-ખાગેશ્રી - ભરતભાઈ જીવાભાઈ ઓડેદરા - ભાજપ - ૩૩૭૦, ૧૬-રાણા કંડોરણા-૧ - લખમણ દેવાભાઈ ગરચર - ભાજ૫ - ૨૫૬૧, ૧૧-કોટડા - શીતલબેન રમેશભાઈ ઓડેદરા - ભાજપ - ૩૪૪૪, ૮-કડછ- સોલંકી રાજેશભાઈ હીરાભાઈ - ભાજપ - ૯૯૨, ૧૭-રાણા કંડોરણા-૨ - ગોપાલભાઈ ભીમજીભાઈ કોઠારી ભાજપ - ૩૦૦૦, ૧૩-મહિયારી - દિનેશભાઈ લીલાભાઈ પરમાર - ભાજ૫ - ૧૪૨૫, ૧૮-વીસાવાડા - જેઠાભાઈ ગીગાભાઈ ઓડેદરા ભાજ૫ - ૧૮૮૭, ૧૨-માધવપુર - જગદિશભાઈ હરજીભાઈ સગારકા - ભાજપ - ૧૯૭૦, ૧૫-ઓડદર - કેશવ રાજા ઓડેદરા - ભાજપ - ૨૩૫૪, ૭-ફટાણા - હરીશભાઈ અરશીભાઈ ગોઢાણીયા - ભાજ૫ - ૨૯૮૯,
પોરબંદર તાલુકા પંચાયતના સરસાઈ સાથે વિજેતા ઉમેદવારોમાં ગરેજ - દેવીબેન દેવાભાઇ ગરેજા - કોંગ્રેસ - ૪૭૮, બળેજ - મીનાક્ષીબેન વિનોદભાઈ સાદીયા - ભાજપ - ૬૪૩, બખરલા સાજણબેન રાજા હુણ - ભાજપ - ૧૩૮૬, દેગામ - અનિતાબેન જીવાભાઈ સુંડાવદરા - ભાજ૫ - ૧૭૩૯, ખંભોદર - ગગુબેન ઓઘડભાઈ ગોઢાણીયા - ભાજ૫ - ૧૬૪૦, કડછ-નિશા ભરતભાઈ કડછા - ભાજપ - ૧૯૧, કુછડી - રામભાઈ નાગાભાઈ કુછડીયા - ભાજ૫ - ૮૯૯, કીંદરખેડા - કેશુભાઈ મેણંદભાઈ ઓડેદરા - ભાજ૫ - ૪૮૬, માધવપુર(૧) - લલીતાબેન પ્રવીણભાઈ માવદીયા ભાજ૫ - ૪૮૭, માધવપુર (૨) કરશનભાઈ કાનાભાઈ વાજા ભાજપ ૧૨૩૨, માધવપુર (૩) ચોથીબેન રામશીભાઈ ડાભી - ભાજ૫ - ૩૬૫, મિયાણી-પ્રતાપ પરબત કેશવાલા ભાજપ -૯૯૭, મોઢવાડા - શાંતિબેન હિતેષભાઈ મોઢવાડીયા - આપ - ૪૩, મંડેર - રમેશભાઈ લખમણભાઈ બાલાસ - ભાજ૫ - ૧૪૬, નાગકા- નાથા કાનાભાઈ મોઢવાડીયા-ભાજપ-૮૦૧, વિસાવાડા - વસુંધરા માલદે લીંબોલા ભાજપ - ૭૨૪
રાણાવાવ તાલુકા પંચાયતના જીતી ગયેલા ઉમેદવારોમાં ભોદ - નયનાબેન રમેશભાઈ જોશી - ભાજપ - ૯૯૮, મોડદર - અંજનાબેન પીઠાભાઇ બામરોટીયા - ભાજ૫ - ૨૪૩, રાણાવાડવાળા - ટાભા લાખાભાઇ હુણ - ભાજપ - ૮૧૯, ઠોયાણા - માલીબેન ભરતભાઈ રતાડીયા - ભાજ૫ - ૫૨૧, રાણાકંડોરણા(૧) - રણમલ કાનાભાઈ ભેડા- ભાજ૫ - ૬૯૨, વળોતરા - જેશુબેન ગોપાલભાઈ ભાદરકા - ભાજપ - ૪૧૮, અમરદડ (૧) - મંજુલાબેન જયમલભાઈ રાઠોડ - ભાજપ - ૭૭૧ અમરદડ (૨) - મંજુલાબેન હેમતભાઈ ડોડીયા - ભાજપ - ૨૭૦, બિલેશ્વર - સંતોકબેન લાખાભાઇ ઓડેદરા - ભાજપ - ૫૭૬, બોરડી - ભોજાભાઈ ભગુભાઈ ચાવડા - ભાજપ - ૭૪ મોકર - ઉર્મિલાબેન બોઘાભાઈ શિયાણી - ભાજપ - ૭૨૫, ખંભાળા - કદવીબેન ભદુભાઈ ગુરગટિયા - ભાજપ - ૬૮૧, રામગઢ ભરતભાઈ કાનાભાઈ આગઠ ભાજ૫ - ૧૪૭, ખીરસરા - ભીખન રાણાભાઈ કાનગડ, ભાજ૫-૧૧૧, કુતિયાણા તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારોમાં ચૌટા - વેજીબેન રણમલભાઈ ડાંગર - અપક્ષ - ૨૩૩, માંડવા - ભાવેશ રામદેભાઈ રાવલીયા ભાજપ - ૧૧૬૯, રોઘડા - મુક્તાબેન જગદીશભાઈ જલુ - ભાજપ - ૧૮૮, સિંધપુર - રાંભી અજયભાઈ ઓડેદરા - ભાજપ - ૫૭૨, દેવડા - મિતુબેન મહેન્દ્ર ભાઈ સંતોકી - ભાજ૫ - ૪૫૦, ઇશ્વરીયા - ચંપાબેન મહેશકુમાર રાઠોડ - ભાજપ - ૯૭૮, ખાગેશ્રી-૧ - ભરત ચોથાભાઈ રાઠોડ - ભાજપ - ૪૯૦, ભાજપ - ૭૭૦ ખાગેશ્રી-૨ - દેવાયતભાઈ હાજાભાઈ વાઢીયા, છત્રાવા - દેવાભાઈ દુદાભાઈ હરણ - ભાજપ - ૯૧૬, કોટડા - શાંતીબેન રામદે દાસા - ભાજપ - ૪૬૦, મહોબતપરા - નાગાજણ રામ ઓડેદરા - ભાજપ - ૮૦૭, પસવારી - રાજા મેણસી ડોડીયા - ભાજપ - ૫૫૨, ફરેર - હિનાબેન ભરતભાઈ વાઢિયા -ભાજપ - ૩૩૬, કડેગી - શાંતી જખરા જાડેજા - ભાજ૫ - ૧૦૭, મહીયારી - રાણી સામત પરમાર ભાજપ -૮૯૯ મતો મળ્યા હતા.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
