<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રવાહ એ કરુણા છે : પૂ.મોરારીબાપુ : ભાવનગર જિલ્લાના પાલીતાણાના શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાનનો આજે બીજો દિવસ

સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો : પૂ. મોરારીબાપુ : પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા 'માનસ શિવ સંકલ્પ' મા ઉમટતા ભાવિકો

રાજકોટ તા.૧૯

           ભાવનગર જિલ્લાના પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા 'માનસ શિવ સંકલ્પ' નો શનિવારે પ્રારંભ કરાવતાં વ્યાસપીઠ પરથી પૂ મોરારીબાપુએ વંદના ગાન સાથે કહ્યું કે, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો.

          ગોહિલવાડમાં પાલિતાણા પાસે કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ભારે ઉમંગ અને આસ્થા સાથે રામકથા 'માનસ શિવ સંકલ્પ'નો પ્રારંભ થયો છે. ક્થા પ્રારંભ કરાવતાં વ્યાસપીઠ પરથી પૂ.મોરારીબાપુએ ઉપદેશ કે આદેશ ઋષિમુનિઓ કરી શકે, આપણે સંવાદ કરીએ તેમ જણાવી વંદના ગાન સાથે કહ્યું કે, સૂર્ય, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને શિવ એ પંચદેવનો દ્વેષ કરે તેનો સંગ ન કરવો. ક્થા પ્રારંભે સંતો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

                 ગુરુ આશ્રમ, કૈલાસ ટેકરી પર મહંત શ્રી લાલગીરીબાપુ ગુરુ શ્રી વિજયગીરીબાપુનાં સંકલ્પ નેતૃત્વ સાથે રામકથાનો લાભ મળ્યો છે. પ્રારંભે શ્રી લાલગીરીબાપુએ પ્રાસંગિક રાજીપો વ્યક્ત કરી શિવ સંકલ્પ સાકાર થયાનો ભાવ જણાવ્યો હતો અને રામકથા કેવળ ક્થા નહી મહાદેવ દ્વારા માં પાર્વતીને કહી રહ્યાં છે, જે ભગવાને કહેલ છે, તે આપણે ગ્રહણ કરવાની છે, તેમ જણાવ્યું. તેઓએ આ સાથે સામાજિક સમરસતા, પ્રાકૃતિક કૃષિ અને ક્થા લાભ ઉપક્રમોનો ઉલ્લેખ કર્યો હતો.

           રામકથા મંગલાચરણ કરાવતાં પૂ.મોરારીબાપુએ કથાના અગાઉના આયોજન સંકલ્પ ઉલ્લેખ કરી છેવટે આ સ્થાનમાં થઈ રહ્યાનો રાજીપો વ્યક્ત કર્યો અને કહ્યું કે, હરિની ઈચ્છા મુજબ જ ભાવિ નિર્માણ થતું હોય છે. ક્થા પ્રારંભે વિવિધ વંદના સાથે મહાત્મ્ય ભાવ પ્રસ્તુત થયો હતો.

            ક્થા પ્રારંભે આ સંકલ્પ ઉપક્રમ વિશે શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદીએ પ્રાસંગિક ઉલ્લેખ પ્રસ્તુત કર્યો હતો.રામકથાના પ્રારંભે શ્રી કેશવાનંદજી સ્વામી, શ્રી સોહમગિરિજી મહારાજ, શ્રી ભક્તિરામબાપુ, શ્રી નિજાનંદ સ્વામી સહિત ધર્માચાર્યોની પ્રેરક ઉપસ્થિત રહી હતી.

         ક્થા પ્રારંભે યજમાન પરિવાર સાથે કાર્યકર્તાઓ દ્વારા સૌને આવકારવામાં આવ્યાં હતા. અગ્રણીઓ ભીખાભાઈ બારૈયા, મહેન્દ્રસિંહ સરવૈયા સાથે રાજકીય સામાજિક અગ્રણીઓ વિશેષ જોડાયાં હતાં. સંચાલનમાં દિલીપભાઈ રાજ્યગુરુ રહ્યાં હતા.

            પાલિતાણા પાસે શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા ગાન કરતાં પૂ.મોરારીબાપુએ પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રવાહ એ કરુણા છે તેમ શ્રીરામકથાના બીજા દિવસે મહિમા ગાયો હતો.

              ગોહિલવાડના પાલિતાણા પાસે શ્રી કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ગાદીપતિ શ્રી લાલગીરીબાપુના સંકલ્પ અને સાનિધ્ય સાથે ગઈકાલ શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને ભક્તિભાવ અને ઉમંગ સાથે રામકથા 'માનસ શિવ સંકલ્પ' પ્રારંભ થયો છે, જેમાં સંતો, મહાનુભાવો અને ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં લાભ લેવા ઉમટી રહ્યાં છે. 

              રામચરિત માનસ ચોપાઈ પંક્તિ 'હરિ ઈચ્છા ભાવિ બલવાના...'  કેન્દ્રમાં રાખી રામકથા ગાન થઈ રહ્યું છે, જેમાં બીજા દિવસે વ્યાસપીઠ પરથી પૂ.મોરારીબાપુએ પ્રભુ રામમાં પ્રભાવ એ સત્ય, સ્વભાવ એ પ્રેમ અને પ્રવાહ એ કરુણા છે તેમ મહિમા ગાયો અને પ્રારંભે શિવ સંકલ્પ એટલે શિવજીનો સંકલ્પ અને જગતનાં કલ્યાણનો સંકલ્પ એમ જણાવી કથાગાન પ્રારંભ કરેલ હતો. 

        રામકથાના બીજા દિવસે કથાગાન કરતાં પૂ.મોરારીબાપુએ અથર્વ ઋષિ રુચા ગાન કરાવી અર્થ પ્રસ્તુત કર્યો અને ગુરુકૃપાથી શ્લોકને લોક સુધી પહોંચાડવા પ્રયાસ કરી રહ્યાનું જણાવ્યું. 'યસ્તે ગંધ:....' શ્લોકગાન કરાવી શ્રી મોરારિબાપુએ પુરુષ, માતૃશરીર, પશુ, ઐશ્વર્ય, સ્વભાવ, અશ્વ, વીર, હરણ નાભિ, હાથી અને કન્યા, આ બધાની વિશેષ ગંધ રહેલ છે, જે મહિમા વર્ણવ્યો હતો. 

         વિવિધ ગંધ સુગંધ વર્ણન સાથે પૂ.મોરારીબાપુએ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ સંદર્ભે નિરૂપણ પ્રસ્તુત કર્યું. શ્રી મોરારિબાપુએ ક્થા પ્રસંગ પ્રવાહ આગળ વધારતાં કથાનો હેતુ રાષ્ટ્ર જાગે, યુવાનો જાગે તે હોવાનું પણ ભારપૂર્વક ઉમેર્યું હતો. 

         ક્થાનો લાભ લેવા માટે ધાર્મિક, સામાજિક મહાનુભાવો સાથે પૂરા પંથકમાંથી ભાવિક શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યાં છે.તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા),મુકેશ પંડિત

(ઈશ્વરિયા)ની યાદીમાં જણાવાયું છે.

(5:59 PM IST)