તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
કાલે સોૈરાષ્ટ્ર-કચ્છમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે
કાલે વણજોયુ મુહૂર્ત અખાત્રીજ નિમિતે અનેક જગ્યાએ સમુહ લગ્નોત્સવનું આયોજન

રાજકોટ તા.૧૮: કાલે રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં પરશુરામ ભગવાનનો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે. કાલે વણજોયુ મુહૂર્ત અખાત્રીજ હોવાથી અનેક જગ્યાએ સમુહ લગ્નોત્સવનું પણ આયોજન કરાયુ છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે આગામી તા. ૧૯ રવિવારના રોજ ભાવનગર ની ધરતી પર એક ઐતિહાસિક અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સેના દ્વારા આયોજિત અને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમર્પિત આ યાત્રા શિસ્ત અને સંસ્કારના સંગમ સાથે નીકળશે.
યાત્રાનો પ્રારંભ અને રૂટ ભક્તિ અને શક્તિના આ મહોત્સવનો પ્રારંભ રવિવારે સવારે ૮:૦૦ કલાકે ‘‘સદગુરુ આશ્રમ'' થી મંત્રોચ્ચાર સાથે સંતશ્રીઓ, રાજકીય, સામાજિક મુરબ્બીઓશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં થશે. આ શોભાયાત્રા શહેરના નિર્ધારિત માર્ગો પર ભ્રમણ કરી બપોરે ૧૨:૩૦ કલાકે શિવકુંજ આશ્રમ, અધેવાડા ખાતે વિરામ લેશે. ત્યાં ધર્મ સભા થશે ત્યાં ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદ (ભોજન)ની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ કેશવ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી તથા સમસ્ત બ્રહ્મ સમાજ ગોંડલ શહેર તાલુકા દ્વારા આગામી તા. ૧૯-૦૪-૨૦૨૬ ને રવિવારે ના રોજ હેમ વાડી સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે સાંજે ૦૭: ૦૦ કલાકે પરશુરામ ભગવાન ના જન્મોત્સવ ઊજવવામાં આવશે દરેક ધર્મ પ્રેમી જનતાએ આ મહા આરતીનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ મોરબીની ધરત પર શ્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ-મોરબી અને પ્રજાપતિ યુવા સંગઠન મોરબી દ્વારા આગામી અખાત્રીજના પાવન પર્વે નવમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મંગલ પ્રસંગે ૮ જેટલા નવદંપતીઓ જીવનની નવી સફરની શરૂઆત ક૨શે.
આ શુભ અવસરે સતાધારના વિજયદાસબાપુ, કબીરધામના મહામંડલેશ્વર શિવરામદાસજી સાહેબ, શક્તિધામ હળવદના દલસુખરામ બાપુ અને ખોખરા હનુમાનના પૂ.માઁ કનકેશ્વરીદેવીજી સહિતના સંતો ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વચન પાઠવશે. સમૂહ લગ્નમાં જોડાનાર દરેક કન્યાને કરિયાવર રૂપે અનેક વસ્તુઓ ભેટ આપવામાં આવશે.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમળતિયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ કલેકટર, કમિશનર સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. પ્રજાપતિ યુવા સંગઠન-મોરબીના અમિત મચ્છોયા, ભરત જાદવ અને તેમની ટીમ આ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહીછે
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
