<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ખાલીસ્‍તાન જીંદાબાદ... સોમનાથ મંદિરને બોમ્‍બથી ઉડાડી દેવાની ધમકી : જુઓ વિડીયો

પંજાબ પોલીસને ઇમેઇલ મળતા તેમણે ગીર સોમનાથ પોલીસ અને રાજય સરકારને જાણ કરીઃ એસપી, ડીવાયએસપી, બોમ્‍બ સ્‍કવોડ સહિતનો કાફલો સોમનાથ મંદિરે પહોંચી ગયોઃ તપાસનો ધમધમાટ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૨૧: પ્રથમ જયોર્તિંલીંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરને બોમ્‍બથી ઉડાડી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પંજાબ પોલીસને ઇમેઇલ મળ્‍યો હતો જેમાં જણાવ્‍યુ હતું કે શ્રી સોમનાથ મહાદેવ મંદિરને બોમ્‍બથી ઉડાડી દેશુ. આ ઇમેઇલમાં પ્રારંભે ખાલીસ્‍તાન જીંદાબાદ તેવુ લખ્‍યુ છે.

પંજાબ પોલીસને આ ઇમેઇલ મળતા તેમણે ગીર સોમનાથ અને ગુજરાત સરકારને આ ઇમેઇલ ફોરવર્ડ કર્યો હતો અને ફોન કરીને માહિતી આપી હતી. જેથી ગીર સોમનાથ એસપી, ડીવાયએસપી તથા બોમ્‍બ સ્‍કવોર્ડ સાથે પોલીસ કાફલો શ્રી સોમનાથ મંદિરે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વધુ વિગતો મેળવાઇ રહી છે

 

(1:36 PM IST)