<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

લોધીકા પોલીસે સાધુના વેશમાં છેતરપીંડી કરતી વાંકાનેર પંથકની ટોળકીને ઝડપી લીધી

ચાંદલી ગામે બરકત વધારી આપવાની લાલચ આપી તિજોરીમાંથી રૂપિયા આપવાનું કહી ૯૦ હજાર લઇ છૂ થઇ ગયો'તાઃ પકડાયેલ ટોળકી અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકી છે

 

 

તસ્‍વીરમાં પકડાયેલ ટોળકી (નીચે બેઠેલ) સાથે લોધીકા પોલીસનો સ્‍ટાફ નજરે પડે છે. 

રાજકોટ તા. ૩૦ :.. લોધીકા પોલીસે ચાંદલી ગામે સાધુના વેશમાં આવી બરકત વધારી આપવાની  લાલચ આપી ૯૦ હજારની છેતરપીંડી કરનાર વાંકાનેર પંથકની ટોળકીને ઝડપી લીધી હતી.

મળતી વિગતો મુજબ વર્ણન લોધીકા પો.સ્‍ટે વિસ્‍તારના ચાંદલી ગામે ગઈ તા.૨૫/૦૫ ના કીયા કંપનીની સફેદ કલરની સેલ્‍ટોસ ફોર વ્‍હીલ કાર લઈ એક અજાણ્‍યો ડ્રાઇવર તથા તેમની સાથેના ત્રણ અજાણ્‍યા સાધુઓ જેવો પહેરવેશ ધરાવતા વ્‍યકિતઓ ફરીયાદીના ઘરે આવી ફરીયાદીને બરકત વધારી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ ફરીયાદીના ધરની તીજોરીમાંથી પૈસા આપવાનુ જણાવતા ફરીયાદીએ તેઓના વિશ્વાસમાં રહી તેમની પાસે રહેલ રૂપીયા ૯૦,૦૦૦/- આપ્તા જે ફરીયાદીની જાણ બહાર બદદાનતથી પૈસા લઇને વિશ્વાસધાત કરી એકબીજાના મેળાપીપણાથી જતા રહી જે બાબતે લોધીકા પોલીસમાં ફરીયાદ થતા રૂરલ એસ.પી. વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લોધીકા પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફના માણસો દ્વારા સી.સી.ટી.વી. ફુટેજ તેમજ ટેકનીકલ, તથા હ્યુમન સોર્સીસિ દ્રારા ગણતરીના કલાકોમાં નાસી ગયેલ (૧) બહાદુરનાથ સુરમનાથ પરમાર જાતે વાદી ઉ.વ ૩૦ ધંધો વેપાર તથા ડ્રાઇવીંગ રહે.ભોજપરા, વાદી વસાહત, ખોડીયાર આશ્રમ પાસે, તા.વાકાનેર જી.મોરબી (૨) ધર્મનાથ પોપટનાથ પરમાર જાતે વાદી ઉ.વ ૩૮ ધંધો મજુરીકામ રહે ભોજપરા, ભવાની હોટલ પાછળ તા.વાકાનેર જી.મોરબી  (૩) સાયરનાથ કનવરનાથ પરમાર જાતે વાદી ઉ.વ ૩૦ ધંધો વેપાર તથા ડ્રાઇવીંગ રહે.ભોજપરા, ૨૩૨, વાદી વસાહત, તા.વાકાનેર જી.મોરબી તથા (૪) તોફાનનાથ પોપટનાથ પરમાર જાતે વાદી ઉ.વ.૪૪ ધંધો મજુરી રહે ભોજપરા, વાદી વસાહત, ખોડીયાર આશ્રમ પાસે, તા.વાકાનેર જી.મોરબીને વાંકાનેરના ભોજપરા ગામેથી પકડી પાડી  છેતરપીંડીમાં ફરીયાદીના ગયેલ રોકડ રકમ રૂ. ૯૦,૦૦૦/- તથા એક સફેદ કલરની કિયા સેલ્‍ટસ ફોર વ્‍હીલ જેના રજી નં- જીજે-૦૩-એમઇ-૫૨૧૦ જેની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી.

 પકડાયેલ આરોપી બહાદુરનાથ સામે અગાઉ છેતરપીંડી સહિતના ૯ ગુન્‍હાઓ તથા  ધરમનાથ પરમાર અને તોફાનનાથ પરમાર સામે અગાઉ એક-એક ગુન્‍હાઓ નોંધાયા છે.

આ કાર્યવાહી લોધીકા પોલીસ સ્‍ટેશનના ઈ/ચા પીઆઇ આઈ.એમ. સરવૈયા, કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલરૂમ રાજકોટ ગ્રામ્‍યના પીએસઆઇ એ.સી.જાડેજા તથા એચસી ગિરીશભાઈ મકવાણા તથા, એચસી બ્રિજરાજસિંહ જાડેજા તથા એચસી વાધાભાઈ દેવાયતભાઇ તથા પીસી અભયભાઈ રાઠોડ તથા ડ્રા.એએસઆઇ નરેન્‍દ્રભાઈ દવે તથા કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલરૂમ રાજકોટ ગ્રામ્‍યના મહીલા પો.હેડ.કોન્‍સ જાગળતીબેન ડાંગર જોડાયેલ હતા

(11:52 AM IST)