<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ધોરાજીમાં પીવાના પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા સ્થાનિકોમાં રોષ

વોર્ડ નંબર 5 ની મહિલાઓએ ધારાસભ્ય અને નગર પાલિકા વિરુદ્ધ કર્યા સુત્રોચ્ચાર :મહિલાઓનો આક્ષેપ કે છેલ્લા 10 દિવસથી નગર પાલિકા દ્વારા પાણી વિતરણ નથી કરાયું

રાજકોટના ધોરાજીમાં ભરઉનાળે પાણીનો કકળાટ જોવા મળ્યો. ધોરાજીમાં પીવાના પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા સ્થાનિકોમાં રોષ રેલાયો છે,ધોરાજી ના વોર્ડ નંબર 5 ની મહિલાઓએ ધારાસભ્ય અને નગર પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા . વોર્ડ નંબર 5 ની મહિલાઓનો આક્ષેપ કે છેલ્લા 10 દિવસથી નગર પાલિકા દ્વારા પાણી વિતરણ નથી કરાયું. નગરપાલિકા દ્વારા પાણી વિતરણ ની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. નગરપાલિકાની ચૂંટણીના સમયે ભાજપના આગેવાનો દ્વારા 2 દિવસે પાણી વિતરણનું વચન આપવામાં આવ્યું હતું. નગરપાલિકાની ચૂંટણીના સમયે ભાજપના રાજકોટ જિલ્લા પ્રમુખે લોકોને આપેલ વચનનો વીડિયો લોકો એ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો . પીવાના પાણીની સમસ્યા બાબતે ધોરાજી ના વોર્ડ નંબર 5 ની મહિલાઓમાં ભારે રોષ ફેલાયો છે . રોષે ભરાયેલ મહિલાઓ એ ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા વિરુદ્ધ  સુત્રોચાર કર્યા હતા 

(7:35 PM IST)