તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
મોરબીના હળવદના સાપકડામાં વીજ લાઈન નાખવાના મામલામાં સ્થાનિક ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ
હળવદથી વટામણ સુધી પસાર થનારી આશરે 765 KVની વીજ લાઈનના કામ સામે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી જમીનના યોગ્ય વળતરની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે પ્રાઇવેટ વીજપોલ કંપનીની હાઈટેન્શન વીજ લાઈન નાખવાના મુદ્દે સ્થાનિક ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થતાં મામલો ગરમાયો છે. હળવદથી વટામણ સુધી પસાર થનારી આશરે 765 KVની વીજ લાઈનના કામ સામે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી જમીનના યોગ્ય વળતરની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન આજે એક ખેડૂતે અર્ધનગ્ન હાલતમાં આવીને કંપની અને તંત્ર સામે અનોખો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે વિરોધ કરી રહેલા આ ખેડૂતની અટકાયત (ડિટેન) કરી હતી. જો કે, પોલીસ દ્વારા ડિટેન કરાતાં જ ખેડૂતની તબિયત અચાનક લથડી પડી હતી, જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બીમાર પડેલા ખેડૂતને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સાપકડા પંથકના ખેડૂતોમાં વહીવટી તંત્ર અને પોલીસની કડક કાર્યવાહી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
