News of Tuesday, 20th October 2026
સુરેન્દ્રનગરના વણોદ આલમપર રોડ ઉપરથી દારૂ ભરેલી કાર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી
૨,૭૮૪ જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો કરાઈ જપ્ત કારચાલક નાસી છૂટયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૨૦: સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ ઝડપવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામ થી આલમપર તરફ જતા મુખ્ય માર્ગ ઉપરથી શંકાસ્પદ કાર પસાર થઈ રહી હતી ત્યારે તેનો પીછો સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો અને કાર ઊભી રાખવામાં આવતા તેનો ડ્રાઇવર નાસી ગયો હતો ત્યારબાદ આ કાનની તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા કારની અંદરથી અલગ અલગ વિદેશી દારૂના ચપલા અને દારૂની બોટલો ૨,૭૮૪ જેટલી નંગ મળી આવી હતી.
જેને લઈને આ મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો હતો અને આ અંગે દસાડા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી કાળ સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા કુલ ૧૦.૦૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રથમ તબક્કામાં કાર ચાલક અને તપાસમાં નામ ખુલે તેમની સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને વધુ તપાસ દસાડા પોલીસને સોંપવામાં આવી છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
