News of Tuesday, 28th April 2026
જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામનો દિવસ: હરિયા કોલેજ ખાતે મતગણતરી, લોખંડી સુરક્ષા વ્યવસ્થા
મહાનગરપાલિકાની 63, જિલ્લા પંચાયતની 24 અને તાલુકા પંચાયતની 112 બેઠકો પર આજે નિર્ણય; 58.14% મતદાન બાદ કોણ બનશે સત્તાના સુકાની?

(મુકુંદ બદિયાણી દ્વારાજામનગર, તા. 28
જામનગર જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. હરિયા કોલેજ ખાતે સવારથી મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર કેન્દ્ર પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની કુલ 64 બેઠકોમાંથી 63 બેઠકો પર આજે મતગણતરી થઈ રહી છે. વોર્ડ નંબર 14ની એક બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની પીઠડ બેઠક પણ બિનહરીફ થઈ છે.
ગત ટર્મમાં જામનગરમાં 53.38% મતદાન થયું હતું, જ્યારે આ વખતે મતદાનની ટકાવારી વધીને 58.14% નોંધાઈ છે. વધેલા મતદાનને પગલે રાજકીય વર્તુળોમાં પરિણામને લઈને ભારે ઉત્સુકતા છે.
આજે જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો તેમજ તાલુકા પંચાયતની કુલ 112 બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવી છે. સવારથી જ ઉમેદવારો, એજન્ટો અને સમર્થકો મતગણતરી કેન્દ્ર બહાર એકત્ર થયા છે. બપોર સુધીમાં મોટાભાગના પરિણામો સ્પષ્ટ થવાની શક્યતા છે.
(તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર)
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
