<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

મોરબી પ્રજાહિતના પ્રશ્ને પીજીવીસીએલમાં લોજપાએ રજુઆત કરી

મોરબી જિલ્લા લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસ પ્રજા હિતના પ્રશ્નોને પત્ર દ્વારા પીજીવીસીએલમાં રજુઆત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લા લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસ પ્રજા હિતના પ્રશ્નોને  આ વિનંતી પત્ર દ્વારા આપ પીજીવીસીએલમાં રજુઆત.
આપ આ નીચે દર્શાવેલ પ્રશ્નોના સુયોગ્ય નિરાકરણ બાબત યોગ્ય કરશો તેવી વિનંતી.
૧  વર્તમાનમાં જે બિલિંગ સાયકલ છે તે શા માટે બે મહિનાની છે.
૨  ગ્રાહકો જેટલા યુનિટ વાપરે છે તેનું પૂરેપૂરું બિલ ચૂકવે છે તો પછી ગ્રાહકે શા માટે લોડ વધારો માગવાનો.
૩ જે ગ્રાહકો ને મીટર વર્તમાન માં જે બિલ પે કરે છે તેમના નામે નથી પરંતુ તેમના વડીલોના નામે છે તો બિલમાં શા માટે નામ ટ્રાન્સફર કરી આપવામાં આવતું નથી.
૪ જે વિસ્તારમાં વધારે લોડનો વપરાશ છે ત્યાં શા માટે સમયની અંદર ટી સી બદલવામાં આવતું નથી.
૫ હાલમાં આપના ડિપાર્ટમેન્ટ દ્વારા સબ ડિવિઝનોની જે ફાળવણી થઈ છે તો આ પ્રક્રિયા દરમિયાન શા માટે વીજ બિલ ગ્રાહકને સમયની અંદર આપવામાં નથી આવતું.
     મોરબીના પ્રજાજનોની આ રજૂઆત લોક જનશક્તિ પાર્ટી રામ વિલાસના માધ્યમથી કરવામાં આવી છે તો આપ શક્ય એટલો આનો ઉકેલ ટુંક સમયમાં લાવશો અને આ પ્રશ્નોનો જે ઉકેલ લાવો તે આપ અમને લેખિતમાં જાણ કરશો એવી અમે આપની પાસે અપેક્ષા રાખીએ છીએ.

(1:05 AM IST)