News of Friday, 8th May 2026
સુરેન્દ્રનગરના લખતરમાં ર૯.૭પ લાખનો દારૂ પકડાયો
નામચીન બુટલેગર બંબુએ દારૂ-બિયરનો જથ્થો ઉતાર્યો હતો તે મકાનમાં રાજકોટ રેન્જ આઇજી નિર્લીપ્તરાયની ટીમ ત્રાટકી : ૩૦.૪પ લાખનો મુદ્દામાલ કબ્જે

તસ્વીરમાં પકડાયેલ દારૂનો જથ્થો અને રાજકોટ રેન્જની ટીમ નજરે પડે છે.
રાજકોટ, તા. ૮: સુરેન્દ્રનગરના લખતરમાં નામચીન બુટલેગર બંધુઓએ દારૂ-બિયરનો જથ્થો ઉતાર્યો હતો તે મકાનમાં રાજકોટ રેન્જ આઇજીની ટીમે દરોડો પાડી ર૯.૭પ લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપી લીધો હતો.
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (ત્ભ્લ્) રાજકોટ રાજકોટ રેન્જના પોલીસ ઇન્સપેક્ટર અપૂર્વ પટેલ નાઓના માર્ગદર્શન મુજબ રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને સ્ટાફ મળેલ ચોક્કસ હકીકત આધારે સુરેન્દ્રનગર જીલ્લાના લખતર ગામે સુથાર શેરીમાં દારૂનો જથ્થો રખાવનાર ઇમરાન ઉર્ફે મસાલ હબીબશા તથા તેનો ભાઇ શાહરૂખશા હબીબશા તથા રેડવાળી જગ્યાના કબ્જા ભોગવટો ધરાવતા અને મદદગારી કરતા ઇસમ મોઇન મુસ્તુફા અને હીરાભાઈ ભરવાડ ના રહેણાંક મકાનમાં રેઈડ કરી અલગ અલગ બ્રાની નાની-મોટી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ બોટલો નંગ - ૭૧૬૩ તથા બીયરના ટીન નંગ-૧૦૮૦ જેની કુલ કિ.રૂ- ૨૯,૭૫, ૨૯૨/- તથા મો.સા. કિં.રૂ.૭૦,૦૦૦/- તથા તાલપત્રી-૨ કિં.રૂ.૬૦૦ મળી કુલ કિ.રૂ.૩૦,૪૫,૮૯૨/- ના મુદ્દામાલ પકડી પાડી લખતર પો.સ્ટે. ખાતે ફરીયાદ દાખલ કરાવેલ છે. તેમજ સદરહું ગુન્હામાં દારૂનો જથ્થો મોકલનાર તથા મંગાવનાર તેમજ દારૂનુ વેચાણ કરવામાં મદદ કરનાર ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરીયાદ આપેલ છે.
આ કામગીરી એ.એસ.આઈ. યોગેન્દ્રસિંહ નટુભા ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ વાઘેલા, અતુલભાઈ ડાભી તથા પો.હેડ કોન્સ. રાજદિપસિંહ સતુભા ઝાલા, પો.કોન્સ. ફતેસંગ ધીરભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
