તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Thursday, 14th May 2026
ધ્રાંગધ્રા પાસેના સોલડી ટોલનાકા પાસેથી પાંચ લાખનો દારૂ કબ્જે

વઢવાણ, તા.૧૪: એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમોએ હાઇવે પર સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન સોલડી ટોલ નાકા પાસે શંકાસ્પદ ટાટા હેરિયર ગાડીને રોકવામાં આવી હતી.
વાહનમાંથી દારૂની ૩૨૪ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂા. ૪,૮૫,૦૨૮ આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, રૂા. ૮,૦૦,૦૦૦ની ટાટા હેરિયર ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ રૂા. ૧૨,૮૫,૦૨૮નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગાડીના ચાલક, ગાડીના સાચા રજિસ્ટ્રેશન નંબર GJ08DP2996ના માલિક, દારૂ મંગાવનાર અને મોકલનાર સહિતના ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં એલ.સી.બી. ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ. ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ. ઇન્સ. એન.એ. રાયમા, એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.હેડ કોન્સ. દશરથભાઇ ઘાંઘર, પો.કોન્સ. પ્રતાપસિંહ રાઠોડ અને પો.કોન્સ. સંજયભાઇ પાઠક સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
